Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

જૂનાગઢમાં ભેદી ધડાકો : ડરના માર્યા લોકો ઘરની બહાર દોડ્યા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૮ જૂનાગઢમાં ભેદી ધડાકો થતા ડરના માર્યા લોકો ઘરની બહાર દોડ્યા હતા.

       પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢના જોષીપરા ઝાંઝરડા રોડ સુખનાથ ચોક કાળવા ચોક સહિતના વિસ્તારોમાં આજે બપોરે ૨: ૩૮ વાગ્યે ભેદી ધડાકો સંભળાયો હતો જેથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા એકબીજાને ટેલિફોનથી ભેદી ધડાકા અંગે પૂછપરછ કરી હતી.

       આ ધડાકાએ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરમાં કોઈ નોંધ થઈ નથી

(3:16 pm IST)