Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

મોરબીની આયુષ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં હૃદયના હુમલાની સારવાર માટે હૃદયમાં સ્ટેન્ડ મુકવાની સુવિધા ઉપલબ્ધ

સમય બગાડયા વગર તબીબો દ્વારા ર૪ કલાક સારવાર નિદાનની સુવિધા

મોરબી તા. ૮ :.. કોઇ દર્દીર્ને છાતીમાં દુઃખાવો થાય કે તરત જ આપણા ને હૃદયના હુમલાની બીક લાગે કે કયાંક મારા સ્વજનને હૃદયનો હૂમલો (હાર્ટ ઍટેક) નો નહી હોય છે...??

આવા સમયે દર્દીનું ચોકકસ નિદાન થાય અને ઝડપથી સારવાર મળે ઍ ખુબ અગત્યનું હોય છે તો આવો આપણે ઍના માટે હૃદયના હુમલા (હાર્ટ ઍટેક)ને સમજીઍ.

હાર્ટ ઍટેક ઍટલે હૃદયની નળી બ્લોક થવી. હૃદયને બ્લડ સપ્લાય કરતી ધમની જયારે કોઇ કારણોસર સાંકડી થઇ જાય ત્યારે હૃદયને લોહી મળતું બંધ થઇ જાય ઍને હાર્ટ ઍટેક કહેવાય છે. આવા સમયે આ ધમની ને તાત્કાલીક ખોલવી જરૂરી બની જાય છે. જેટલી મોડું થાય તેટલું હૃદયને કાયમી નુકસાન થવાની શકયતા અથવા તો મૃત્યુ થઇ શકે છે. આ સાંકડી થઇ ગયેલી ધમનીને પાછી મુળ સ્થિતિમાં લાવવા માટે હૃદયમાં સ્ટેન્ડ (બલુન) મુકવામાં આવે છે. જેને ઍન્જીયોપ્લાસ્ટીક કહેવામાં આવે છે.

આ ઍન્જીયોપ્લાસ્ટીક કરવા માટે સુપર સ્પેશીયલ કાર્ડીયોલોજીસ્ટ ડોકટર અને કેથ લેબ જેવા અત્યંત આધુનિક મશીનની જરૂર પડે છે.

આપના મોરબીજનો માટે ખુશીના સમાચાર ઍ છે કે આવા હૃદયના હુમલાની સારવાર હવે મોરબીની આયુષ સુપર સ્પેશીયલટ હોસ્પીટલમાં ઉપલબ્ધ છે અહીંયા ડો. લોકેસ ખંડેલવાલ-ડીઍમ. કાર્ડીયોલોજીસ્ટ અને Philips company  ની અદ્યતન કેથ લેબર ર૪-૭ ચાલુ છે. જેથી ઇમરજન્સીનીના સમયમાં બિલકુલ ટાઇમ બગાયડયા વગર તાત્કાલીક સારવાર ઉપલબ્ધ છે જે ખુબ સારી બાબત છે.

ડો. ચેતન અઘારના જણાવ્યા મુજબ આ પ્રકારની હૃદયના હુમલાની સારવારમાં કાર્ડ અને આયુષમાન કાર્ડ ધારાવતા દર્દીઓ માટે તદન નિઃશુલ્ક છે. અત્યાર સુધીમાં મોરબીની આ આયુષ સુપર સ્પેશીયલીટી હોસ્પીટલમાં ૬૦ થી વધારે દર્દીઓને pami ઍટલે કે ઇમરજન્સીમાં હૃદયના હુમલાની તાત્કાલીક સારવાર સ્ટેટ (બલુન) મુકવાની નિઃશુલ્ક સારવાર લઇ ચૂકયા છે.

ડો. ચેતન આઘારા વધુ જણાવે છે કે પેસ-મેરની સુવિધા પણ આયુષ સુપર સ્પેશીયલ હોસ્પીટલમાં ઉપલબ્ધ છે. ડબલ ચેમ્બર પેસ-મેકર ઍ ઘણી જટીલ પ્રોસિજર છે જે રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ અમુક મર્યાદિત હોસ્પિટલમાં જ આ સારવાર મળે છે આવા પ્રકારની સારવાર અહીં ઉપલબ્ધ છે. માટે સંપૂર્ણ સૌરાષ્ટ્રમાંથી દર્દીઓમાં કાર્ડમાં ડબલ ચેમ્બર પેસ-મેકરની સારવાર માટે મોરબી ખાતે આયુષ સુપર સ્પેશીયલસ્ટ હોસ્પીટલમાં આવે છે.

આમ, મોરબીજનો માટે ખુબ જ ખુશીના સમાચાર છે કે આપણા ઘર આંગણે આવા સુપર સ્પેશીયસ્ટ ડોકટર અને કેથ લેબની સુવિધા મળે છે અને લોકો નવ-જીવન મળે છે.

(4:37 pm IST)