Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

મોરબીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીઓ મનુભાઇ ટીડાણી, બુટાભાઇ ટીડાણીનો જામીન ઉપર છૂટકારો

ગીડચ ગામે જમીન પચાવી પાડવા મુદ્દે ફરિયાદ થઇ હતી

મોરબી: મોરબી લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીઓની ધરપકડ કરાઈ હોય જે મામલે સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે અરજી માન્ય રાખી હતી અને આરોપીઓ મનુભાઈ બુટાભાઈ ટીડાણી અને બુટાભાઈ રત્નાભાઈ ટીડાણીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે

મોરબી તાલુકા પોલીસ મથકમાં ગીડચ ગામે જમીન પચાવી પાડવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં મોરબી તાલુકા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપી તરફે જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયા રોકાયેલ હતા જેઓએ આરોપી તરફે વિવિધ દલીલો રજુ કરી હતી અને બેઇલ માટે વિવિધ ચુકાદાઓ રજુ કર્યા હોય જે દલીલોને માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે જે કેસમાં આરોપી તરફે ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, સુનીલ માલકીયા, મોનીકાબેન ગોલતર, હિતેશ પરમાર રોકાયેલ હતા

(4:53 pm IST)