Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

ધોરાજીના પાટણવાવ ગામે બે બકરાનું મારણ કરનાર દિપડો પાંજરે પુરાતા ખેડૂતો અને શ્રમિકોમાં રાહત થવા પામી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીના પાટણવાવ ગામે બે બકરાનું મારણ કરનાર દિપડો પાંજરે પુરાતા ખેડૂતો અને શ્રમિકોમાં રાહત થવા પામી છે. પાટણવાવ ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં દિપડો દેખા દેતા ખેડતો રાત્રે ખેતરો સીમમાં જતા ડર અનુભવતા હતા. આ અંગે ધોરાજીના રેન્જ ફોરેસ્ટર તૃપ્તીબેન જોષી અને સ્ટાફે તાત્કાલીક દિપડો પકડવા પાંજરુ મુકેલ હતું.

આ દરમિયાન બીજા દિવસે પાટણવાવ ગામે દિપડાએ બે બકરાનું મારણ કરેલ બાદમાં બીજા દિવસે દિપડો મોડી રાત્રે પાંજરામાં પકડાય જતા ખેડુતો અને મજુરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કામગીરીમાં આરએફઓ તૃપ્તીબેન જોષી ફોરેસ્ટર નિતેશ મકવાણા, અનીલભાઈ સારીખડા અને વનાભાઈ સુણ સહિતના દિપડો પકડવાની કામગીરી કરેલ હતી. આ તકે ગ્રામજનોએ વન તંત્રની સેવાઓને બીરદાવી હતી. 
તસવીર કિશોરભાઈ રાઠોડ

(6:27 pm IST)