Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

મોરબી ભાજપના જૂના જોગી કહી શકાય તેવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું નામ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ન હોવાના કારણે કાંતિલાલના સમર્થકોમાં ભાર રૉષ જોવા મળ્યો

અગાઉ પણ ચૂંટણી દરમિયાન મોટા મોટા બેનરોમાં કાંતિલાલને સાઈડ આઉટ કરવામાં આવતા રાજકારણ ગરમાયું હતું

Photo: morbi
મોરબી: રાજકારણમાં કોઈ કોઈનું નથી એ કહેવત આજ સાચી પડો છે. પક્નને આગળ લાવવા દિવસ રાત મહેનત કરનારનું હવે ક્યાંય અસ્તિવ પક્ષમાં રહ્યું નથી તે આગામી સમયમાં મોરબીમાં મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનાર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકા સાબિત કરી રહો છે. ઘણા વષોથી ભાજપના બેનર હૈઠળ ચૂંટાઈને આવેલા અને મોરબી ભાજપના જૂના જોગી કહી શકાય તેવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું નામ સ્નેહમિલનની આમંત્રણ પત્રિકામાં ન હોવાના કારણે કાંતિલાલના સમર્થકોમાં ભાર રૉષ જોવા મળી રહ્મો છે. અગાઉ પણ ચૂંટણી દરમિયાન મોટા મોટા બેનરોમાં કાંતિલાલને સાઈડ આઉટ કરવામાં આવતા રાજકારણ ગરમાયું હતું.
આગામી તા. 13 ના રોજ મોરબા જિલ્લા ભાજપ દ્વારા નૂતન વર્ષ િનિમતે મુખ્યમંત્રીની ઉપસ્થિ(તેમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તમામ ભાજપના મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને પત્રિકામાં તમામના નામ સાથે હોદાઓ પણ દર્શાવવામાં આવ્યા છે પરંતુ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતતિયાનું નામ આમંત્રણ પત્રિકામાં ન લખવામાં આવતા લાગી રહ્યું છે કે, હવે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલનીં પક્ષને જરૂર નશી કે શું ? હાલમાં તો મોરબી જીલ્લા ભાજપના બની બેઠેલા આગેવાનો માત્ર ફોટા પડાવવામાંથી અને ભ્રષ્ટાચારની ભાગબટાઈમાંથી જ નવરા નથી થતા ત્યારે તાજેતરના ભાજપી આગેવાનો મોરબીની પ્રજાના હૃદચસ્થ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની કેમ બાદબાકી કરી રહ્યા છે તે અંગે શફેરમાં ચર્ચાઓ જાગી છે અને આમંત્રણ પત્રિકાને લઇને મોરબીમાં રાજકારણ ઞરમાયુ છે.

(6:31 pm IST)