Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

જસદણમાં મળેલી કોળી સમાજના સ્‍નેહ મિલન દરમિયાન બોટાદના એક ભાજપ કાર્યકરે ગઢડા ભાજપના ધારાસભ્‍ય આત્‍મારામ પરમાર અંગે કરેલ ટીપ્પણીનો વિડીયો સોશ્‍યલ મીડીયા પર વાયરલ થતા અનેક ચર્ચાઓ

મેસેજમાં ધારાસભ્‍ય ખોવાય ગયા જેની પણ ચર્ચા કરી હતી

રાજકોટ : થોડા દિવસ અગાઉ જસદણમાં કોળી સમાજનું સ્‍નેહમિલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તે દરમિયાન કુંવરજી બાવળિયાએ પણ આ સ્‍નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે દરમિયાન બોટાદ ભાજપના એક સ્‍થાનિક નેતા પ્રભાત યાદવે વોટસએપના મેસેજને ટાંકીને ગઢડાના ભાજપના ધારાસભ્‍ય આત્‍મારામ પરમાર અંગે ટિપ્‍પણી કરી હતી જેનો વિડિિયો સોસિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં પ્રભાત યાદવ કોઇ વ્‍યકિતના મેસેજને ટાંકીને કહે છે કે અમારા ધારાસભ્‍ય ખોવાઇ ગયા છે કયાંય મળે તો કહેજો આ ઉપરણ તેમણે ગુજરાતની રાજનીતિમાં કોળી સમાજની ભૂમિકા અંગેની વાતો કરી હતી તેમણે જણાવ્‍યું હતું કે કોળી સમાજનો કોઇ વ્‍યકિત કલેકટરની જોડે બેસે એ અન્‍ય સમાજથી સહન થતું નથી. જેથી ર૦રરમાં કોઇ ભૂલ ન થાય અને સમાજને આગળ લાવો.

(11:28 pm IST)