Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

શનિવારે ઉપલેટામાં યુવા કવિ સ્‍મિત જાવિયા ‘આશિક'ના કાવ્‍ય સંગ્રહનું વિમોચનઃ કવિ સંમેલન

પદ્મશ્રી વિષ્‍ણુ પંડયા, ડો.જયેન્‍દ્રસિંહ જાદવ હરદ્વાર ગોસ્‍વામી ઉપસ્‍થિત રહેશેઃ કવિઓ પોતાની કૃતિઓ રજુ કરશે

રાજકોટ, તા.૯: રાજકોટ જીલ્લાના ઉપલેટામાં તા.૧૧ને શનિવારે સાંજે ૪ વાગ્‍યે એપલગ્રીન પાર્ટી પ્‍લોટ ભાયાવદર રોડ ખાતે યુવા કવિ સ્‍મિત જાવિયાના કાવ્‍ય સંગ્રહ ‘આશિક'નું વિમોચન કરવામાં આવશે.

ઉપલેટા શહેરમાં તા.૧૧ને શનિવારના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્‍ય અકાદમીના અધ્‍યક્ષ પદ્મશ્રી વિષ્‍ણુ પંડયા મહામાત્ર જયેન્‍દ્રસિંહ જાદવ, નામાંકિત કવિશ્રી હરદ્વાર ગોસ્‍વામી સહીત ગુજરાતી ભાષાના અનેક નામાંકિત અને યુવા કવિઓ ઉપસ્‍થિત રહેવાના છે.

જાવિયા પરિવાર દ્વારા આ અવસરને યાદગાર કરવા માટે અને ગુજરાતી ભાષાના કવિઓનું મુઠ્ઠી ઉચેરુ માન અને સન્‍માન ગુજરાત સાહિત્‍ય અકાદમીના અધ્‍યક્ષ અને મહામાત્રી શ્રી ઉપસ્‍થિતીમાં મળે તે માટે સુંદર આયોજન કરેલ છે. જાવિયા પરિવાર દ્વારા મળેલી માહિતી મુજબ તમામ કવિઓનું ઢોલ નગારા સાથે સ્‍વાગત કરીને આવકારવામાં આવશે.

ઉપલેટા ખાતે યોજાનાર પુસ્‍તક વિમોચન અને કવિ સંમેલનમાં નામાંકિત કવયિત્રી શ્રી રક્ષા શુકલ, હરદ્વાર ગોસ્‍વામી, પ્રતાપસિંહ ડાભી, જિગર ઠક્કર, રાકેશ પટેલ, દાજી ચૌહાણ, રાજુ નાગર, સાકેત દવે, કલ્‍પેશ રામાનુજ, પ્રવીણ ખાચર, પ્રવીણ વાછાણી, જયપ્રકાશ સંતોકી તથા દિવ્‍યેશ ચંદ્રવાડિયા જેવા કવિઓ પોતાની રચનાઓનું પઠન કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતના-નામાંકિત કવિશ્રી હરદ્વાર ગોસ્‍વામી કરશે.

ગુજરાત સાહિત્‍ય અકાદમી અને શબ્‍દશ્રી દ્વારા આયોજિત આ અવસર માટે ગુજરાતના સાહિત્‍ય રસિકમિત્રોને ભાવભીનું આમંત્રણ પાઠવામાં આવ્‍યુ છે. વધુ વિગત માટે સ્‍મિત સુભાષભાઇ જાવિયા (મો.૮૮૬૬૨૧૫૪૨૪) ઉપર સંપર્ક કરવા જણાવ્‍યુ છે.

(11:47 am IST)