Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જામનગર જિલ્લા સૈનિક કલ્‍યાણ સમિતિની બેઠક મળી

જામનગર તા.૯ : કલેકટર કચેરીના સભાખંડમાં અધિક નિવાસી કલેકટર એમ.પી.પંડયાના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સૈનિક કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા સૈનિક કલ્‍યાણ કચેરી જામનગરના કમાન્‍ડર સંદિપ જયસ્‍વાલ સેનાના કર્નલ રાનડે સહિતના અધિકારીશ્રીઓ જિલ્લાના નિવૃત જવાનો તેમજ તેમના પરિવારજનોને કઇ રીતે વિવિધ લાભો તથા સહાયના માધ્‍યમથી મદદરૂપ થઇ શકાય તે અંગે  બેઠકમાં ઉપસ્‍થિત નિવૃત જવાનો સાથે ચર્ચા વિમર્શ કરી જરૂરી પગલાઓ લીધા હતા.

બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, સ્‍કોલરશીપ, અંતિમક્રિયા સહાય, રાજય સરકારે ચુકવેલ આર્થ્‍કિ સહાય, યુધ્‍ધ જાગીર ભથ્‍થુ સહાય, સશષા સેના ધ્‍વજદિન અંગેનું ભંડોળ, વોર મેમોરીયલની સ્‍થાપના સહિતના મુદે ચર્ચા કરી ઉપસ્‍થિત નિવૃત જવાનોની માંગણી મુજબ ઘટતી કાર્યવાહી હાથ ધરવા નિર્ણયો કરાયા હતા.

આ બેઠકમાં જિલ્લા સૈનિક કલ્‍યાણ કચેરીના કમાન્‍ડર સંદિપ જયસ્‍વાલ સેનાના કરનલ રાનડે, વાય.એન.સોની, કે.વી.લાડાણી, મહિલા કલ્‍યાણ વ્‍યવસ્‍થાપક રેખાબેન દુદકીયા, એમ.સી.ગોસ્‍વામી, જીતુભાઇ ગોસ્‍વામી તેમજ નિવૃત સેનાના જવાનો તથા તેના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.

(12:49 pm IST)