Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કલા મહાકુંભમાં મોરબીની પી.જી. પટેલ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ પ્રદેશ કક્ષાએ ડંકો વગાડયો

મોરબી : ગુજરાત યુવા અને સાંસ્‍કળતિક પ્રવળતિ - ગાંધીનગર પ્રેરિત કલામહાકુંભ ૨૦૨૧ - ૨૨ માં પી.જી.પટેલ કોમર્સ કોલેજની બી.કોમ અને બી.બી.એ.ની વિદ્યાર્થીનીઓએ લોકનળત્‍યમાં ૧૫ થી ૨૦ વર્ષ કેટેગરીમાં પ્રદેશ કક્ષાએ પ્રથમ નંબર મેળવ્‍યો છે. મોરબી તાલુકા કક્ષા અને બાદમાં જિલ્લાકક્ષાએ દરેક સ્‍પર્ધામાં પ્રથમ નંબર મેળવી પ્રદેશકક્ષાએ વડોદરા ખાતે મોરબીની પી જી પટેલ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં ૧૧ જિલ્લા વચ્‍ચેની પ્રદેશ કક્ષામાં પ્રથમ નંબર મેળવી મોરબી જિલ્લા તેમજ કોલેજ નું ગૌરવ વધાર્યું છે. હવે તા ૧૦ થી ૧૨ વચ્‍ચે ભાવનગર ખાતે ગુજરાત રાજ્‍ય કક્ષાએ તમામ વિદ્યાર્થીનીઓ ભાગ લેવા જશે..લોકનળત્‍યની તાલીમ આપનાર પ્રોફેસર હિતેન્‍દ્રસિંહ જાડેજા અને પી.જી.પટેલ કોમર્સ કોલેજના પ્રિન્‍સિપાલ ડૉ. રવીન્‍દ્રભાઈ ભટ્ટ તેમજ ટ્રસ્‍ટી દેવકરણભાઇ આદ્રોજા, જતીનભાઈ આદ્રોજાએ તમામ વિદ્યાર્થીનીઓને શુભેચ્‍છા પાઠવી છે.

(12:59 pm IST)