Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોરબીના છેવાડાના વિસ્તારમાં નવા રોડ બનતા સ્થાનીકોમાં હર્ષની લાગણી

લોકોને ગારા કીચડમાંથી મુક્તિ મળશે તેવી આશા સાથે આનંદની લહેર છવાઈ

મોરબીના છેવાડાના વિસ્તારમાં લાંબા સમયથી રોડ રસ્તાની સમસ્યા હોય અને હવે નવા રોડ બનાવવાનો શુભારંભ થયો હોય જેથી સ્થાનીકોમાં આનંદની લાગણી જોવા મળે છે
  મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર, આનંદનગર, સહિતના વિસ્તારમાં નવા આરસીસી કામ ચાલુ ત્યારે ઘણા વર્ષો બાદ કાદવ કીચડમાં ચાલવું પાતું હોય આ વેળાએ ચોમાસા પૂર્વે રોડનું કામ ચાલુ થયું છે જેથી વોર્ડ ૧૧ માં મેઈન રોડ બનાવવામાં આવી રહ્યો છે જેથી સ્થાનીકોમાં ખુશીની લહેર છવાઈ છે અને રોડનું કામ સારી રીતે ચાલતું હોય ઝડપથી પૂર્ણ થઇ જશે અને લોકોને ગારા કીચડમાંથી મુક્તિ મળશે તેવી આશા સાથે આનંદની લહેર છવાઈ છે

(9:57 pm IST)