Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ટંકારામાં પોલીસને બાતમી આપતા હોવાનો વહેમ રાખી યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો :

માર મારી જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

ટંકારાની લતીપર ચોકડીએ પોલીસને બાતમી આપતા હોવાનો શક વહેમ રાખીને ત્રણ શખ્શોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

ટંકારાના ઉગમણા નાકાના રહેવાસી દેવજીભાઈ કેશુભાઈ સારેસાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી દેવજીભાઈ પોલીસને બાતમી આપતા હોય તેવો વહેમ રાખીને લતીપર ચોકડી પાસે આરોપી જયેશ ટપુભાઈ જાદવ, ઉસ્માન ગની મકવાણા અને સિકંદર રફીક (રહે બધા ટંકારા) વાળાએ લાકડાના ધોકા વડે માર મારી ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જાતી પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે ત્રણ ઈસમો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ એસ સી એસટી સેલના ડીવાયએસપી ચલાવી રહ્યા છે

(10:10 pm IST)