Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

વઢવાણમાં પતિએ બીજા પ્રેમ લગ્ન કરી ત્રાસ આપ્યાની રાવ : ધ્રાંગધ્રા પાસે ૧ લાખનો દારૂ ઝડપાયો : ઝાલાવાડમાં ત્રણ બંદૂક-પિસ્તોલ કબ્જે

વઢવાણ , તા. ૯ : વઢવાણ પોલીસ મથકમાં પત્નીએ પતિ સામે પોલીસ મથક માં ફરિયાદ કરી છે.

ફરીયાદી કોમલબેન સંજયભાઇ ભરતભાઇ હળવદીયા માળી ઉં.વ.૨૬ રહે. માળીવાડ તાલુકા શાળા નં.૧ પાછળ તા.વઢવાણ નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, લગ્નના ચારેક વર્ષ બાદ સને ૨૦૧૭ થી આજદીન સુધી ધોળી પોળ માળીવાડ આરોપી સંજયભાઇ  ફરીયાદીના પતિ થતા હોય અને લગ્ન જીવન દરમ્યાન એક દિકરો હોવા છતા બીજી છોકરી સાથે પ્રેમ લગ્ન કરી ફરીયાદીને અવાર નવાર શારીરીક અને માનસીક ત્રાસ આપી મારઝુડ કરી ઘરેથી કાઢી મુકી તેમજ ઘર ખર્ચ અને પ્રેમી પાછળ ખર્ચ કરવા માટે ફરીયાદીના પિતા પાસેથી પૈસાની માંગણી કરાવી હેરાન પરેશાન કરતા તેમજ ગાળો દઇ મારઝુડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા બાબત.તપાસ પો.હેડ કોન્સ.બી.એલ.પરમાર કરે છે.

ચુડા ના નવી મોરવાડ ગામે સામાન્ય બાબતેે મારામારી

 મહેશભાઈ લાલાભાઈ ગમારા ભરવાડ ઉં.વ.૨૩ રહે.નવી મોરવાડ તા.ચુડાએ ફરીયાદ નોંધાવેલ છે કે, નવી મોરવાડ ગામે  (૧)મુકેશભાઈ ભગુભાઈ ઝાલા દરબાર (૨)લાલાભાઈ ઘનશ્યામભાઈ ઝાલા  દરબાર (૩)સંજયભાઈ ભરતભાઈ ઝાલા દરબાર (૪)અનિરુધ્ધસિંહ ઉર્ફે ભોકડ કેશુભાઈ ઝાલા દરબાર રહે.બધા નવી મોરવાડ તા.ચુડા ના આરોપીઓએ ઢોર ચરાવવા બાબત તથા અગાઉ સાહેદ-ભીમાભાઈ સાથે આરોપી સી.નં.૦૪ નાએ બોલાચાલી કરેલ તે બાબતનુ મનદુઃખ રાખી સાહેદ ફરીયાદીના પિતા તથા ભાઈઓને ગાળો આપી સી.નં.(૧) નાએ પાઈપનો એક ઘા સાહેદ જીલાભાઈને માથાના ભાગે મારી હેમરેજની ગંભીર જીવલેણ ઈજા પહોચાડી તથા સી.નં.૦૨ નાએ સાહેદ લાલાભાઈને છુટા પથ્થરનો ઘા મારી જમણા હાથે ફેકચરની ઈજા પહોચાડી તથા સી.નં.(૩) તથા સી.નં.૦૪ નાએ સાહેદ ભીમાભાઈને છુટા પથ્થરના ઘા મારી તેમજ શરીરે આડેધડ માર મારતા મોઢાના ભાગે જમણા ગાલ પાસે ઈજા પહોચાડી તેમજ શરીરે નાની મોટી મુંઢ ઈજાઓ પહોચાડી સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કર્યા બાબત. તપાસ પો.સબ ઇન્સ. એચ.જી.ગોહીલ ચુડા કરે છે.

પ્રતાપસિંહ સુરસંગભા રાઠોડ પો.કોન્સ.  ધ્રાંગધ્રાએ ફરીયાદ નોંધાવેલ છે કે, સોલડી ગામે ધ્રાંગધા તાલુકા પો.સ્ટે આરોપી લાલજીભાઇ સવજીભાઇ નાકીયા જાતે ત.કોળી ઉં.વ.૩૦ દેશી બનાવટની પીસ્તોલ તથા કાર્ટીસ નંગ-૩ સાથેની કીં.રૂ.૨૫,૦૦૦/- રાખી રેઇડ દરમ્યાન પકાઇ જઇ ગુન્હો કર્યા બાબત. તપાસ પો.હેડ કોન્સ. ડી.પી.અજાણા કરે છે.

 મગનભાઇ ભીમાભાઇ સોલંકી એ.એસ.આઇ. ધ્રાંગધ્રાએ ફરીયાદ નોંધાવેલ છે કે, સોલડી ગામે આરોપી (૧) લાલજીભાઇ સવજીભાઇ નાકીયા  ત.કોળી ઉં.વ.૩૦ રહે.સોલડી તા.ધ્રાંગધ્રા (૨)ભાવેશભાઇ વસ્તાભાઇ પરમાર રહે.સોલડી  વાળો અલ્ટો ગાડી નં- જીજે.-૧૩-એ.એમ.-૩૮૩૫ વાળીમા દારૂની અલગ અલગ માર્કાની બોટલ નંગ-૨૪૦ કીં.રૂ.૯૬,૦૦૦/- તથા મોબાઇલ ફોન કી. રૂ.૫,૦૦/- ગણી તેમજ મજકુર આરોપી પાસેથી મળી આવેલ પીસ્તોલ જેની કીં.રૂ.૨૫,૦૦૦/- તેમજ અલ્ટો ગાડી ની કીં.રૂ.૧,૫૦,૦૦૦- મળી કુલ કીં.રૂ.૨,૭૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં.(૧) નાઓ પકડાઇ ગયેલ અને આરોપી નં(૨) નાશી જઇ ગુન્હો કર્યો.

 વરસીંગભાઇ કાનજીભાઇ રાણેવાડીયા પાટડીએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૦૬/૦૭/૨૦૨૧ કલાક ૨૩/૪૫ વાગ્યે ઓડુ ગામ પાસેના સાવડીયાના સુરધન જેહા દાદાની દેરી પાસે ખારાઘોડા-ઓડુ રોડ ઉપર તા.પાટડી આરોપી એમદભાઇ નુરમહમદભાઇ ભટ્ટી  ઉં.વ.૪૧ ધંધો મજુરી મુળ રહે.જૈનાબાદ તાંકીપરામા તા.દસાડા (પાટડી)  હાલ રહે.ઓડુ ગામની સીમ તા.પાટડી ના આરોપીએ દેશી હાથ બનાવટની સીંગલ બેરલની મઝરલોડ (ખાંડણીયુ) બંદુક કીં.રૂ.૧,૦૦૦/- તથા એક હાથ બત્તી કીં.રૂ.૧,૦૦/- મળી કુલ કીં.રૂ.૧,૧૦૦/- નો મુદ્દામાલ રાખી પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત. તપાસ પો.સબ ઇન્સ. જે.બી.મીઠાપરા પાટડી કરે છે.

(11:59 am IST)