Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

જામકંડોરણા તાલુકા ભાજપની કારોબારી બેઠક મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:જામકંડોરણા તાલુકા ભાજપ ની કારોબારી બેઠક મંત્રી જયેશભાઇ રાદડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી
જામકંડોરણા તાલુકા ભાજપ કારોબારી બેઠક માં ઉપસ્થિત  યુવા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી  આ બેઠકમાં રાજકોટ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર તાલુકા પંચાયતના પ્રમુખ હિરેનભાઈ બાલધા ઉપપ્રમુખ કરશનભાઈ સોરઠીયા  મહામંત્રી સુરેશભાઈ રાણપરીયા ગૌતમભાઈ વ્યાસ  કરણસિહ જાડેજા નાથાભાઈ સોલંકી વિપુલભાઈ બાલધા તથા આગેવાનો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
આ સમયે રાજ્ય મંત્રી જયેશભાઇ રાદડીયા એ રાજ્ય સરકારની વિકાસની ગાથા રજુ કરી હતી અને જામકંડોરણા વિસ્તારમાં તેમજ જેતપુર વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કેટલો વિકાસ કર્યો તે અંગે  વિસ્તૃત માહિતી આપી હતી

(10:12 pm IST)