Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

સુરેન્‍દ્રનગર જિલ્લામાં તા.૨૧મી સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાનો અને તા.૨૨મી સપ્ટેમ્બરના રોજ જિલ્‍લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

 

સુરેન્‍દ્રનગર:સુરેન્‍દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદ સ્‍થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્‍યમંત્રી તરફથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ચાલુ માસમાં તા.૨-૦-૨૦૨૨ ના રોજ દરેક તાલુકા કક્ષાનો અને તા.૨-૦-૨૦૨૨ ના રોજ  જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૦-૦-૨૦૨૨ના રોજ સાંજના ૬-૦૦ કલાક સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, જે તે તાલુકાના મામલતદારને પહોંચતા કરવા તથા જિલ્‍લા કક્ષાના પ્રશ્નોફરિયાદો સંબંધિત ખાતા વિભાગોની સંબંધકર્તા જિલ્લાકક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છેઅરજીમાં મથાળે માનમુખ્‍યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.

અરજદારે તેઓની અરજી/પ્રશ્નો બે નકલમાં મોકલવાના રહેશે. તારીખ વિત્યા પછીની કે અસંદિગ્‍ધ અને અસ્‍પષ્‍ટ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્‍ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્‍યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં. જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટરની એક યાદીમાં જણાવાયું છે.

(10:08 am IST)