Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

સાવરકુંડલા સનરાઈઝ સ્‍કૂલનાં મેનેજિંગ ડિરેક્‍ટર અને પ્રેસ ક્‍લબના કાર્યકારી પ્રમુખ પ્રતાપભાઈ ખુમાણનો જન્‍મદિવસ

શહેરમાં કેળવણી ક્ષેત્રે અનેરૂ ખેડાણ કરનારા આગેવાના જન્‍મદિવસની આ વેળા પણ અનોખી ઢબે થશે ઉજવણી

સાવરકુંડલા, તા.૯: છે જન્‍મદિવસની અનોખી ઉજાણી, બની રહે આ જીવનની અમૃત સરીખી કહાની, છે શિક્ષણ અને સમજ તણી આ પહેચાન પણ કેવી, જાણે આમ્રકુંજમાં વિહરતું એ શીતળ લહેરની આઠેય પ્રહર મહેંકતાં ધ્‍વનિ કેરી નિશાની. પાંધી સર.

સાવરકુંડલા શહેરમાં કેળવણી ક્ષેત્રે જેનું અનોખું સ્‍થાન છે એવા પ્રતાપભાઈ ખુમાણનો આજે જન્‍મદિવસ છે. સાવરકુંડલા શહેરનાં શૈક્ષણિક જગતમાં સનરાઈઝ શાળા સ્‍કૂલનાં મેનેજીંગ ટ્રસ્‍ટી અને સાવરકુંડલા શહેરમાં આવેલાં સૂર્યોદય પેટ્રોલ પંપનાં માલિક, સાવરકુંડલા પ્રેસ ક્‍લબનાં કાર્યકારી પ્રમુખ અને ખૂબજ ઊંચી સાહિત્‍યિક સમજ ધરાવતાં પ્રતાપભાઈ સ્‍વભાવે નમ્ર અને વિવેકી છે.

શિક્ષણ જગતમાં શૈક્ષણિક અભિગમની એક અનોખી સૂઝ ધરાવતાં હોય લોકોમાં પણ બહોળી લોકપ્રિયતા ધરાવે છે. છેવાડાંનાં માનવીને પણ ખૂબ વ્‍યાજબી ફીમાં શિક્ષણ મળી રહે એ જ ધ્‍યેય સાથે સદા વિદ્યાર્થી જગતની મુશ્‍કેલીઓથી પણ ખૂબ સારી રીતે વાકેફ હોવાથી વિદ્યાર્થી જગતમાં પણ એક પિતાતુલ્‍ય સ્‍થાન ધરાવે છે. અને કદાચ વિદ્યાર્થીઓ વ્‍હાલથી તેને ‘બાપુસર' તરીકે પણ ઓળખે છે. શૈક્ષણિક હીરને પારખવાની તેની સમજ પણ ખરેખર કાબિલેતારીફ છે.

આ સાથે સાહિત્‍યમાં પણ ખૂબ જ ઊંડી રૂચિ ધરાવતાં હોવાથી સાહિત્‍ય જગતનાં રસિકોમાં પણ અદકેરું સ્‍થાન ધરાવે છે. બહારથી કઠોર દેખાતાં અંદરથી ઋજુ સ્‍વભાવનાં હોવાથી વિદ્યાર્થીજગત સાથે તો એટલાં ઓતપ્રોત થઈ જાય છે કે એક વખત તેમનીᅠ સનરાઈઝ શાળા સંકુલમાં વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્‍યા બાદ માધ્‍યમિક શિક્ષણ પૂર્ણ કરીને જ આગળ અભ્‍યાસસાર્થે જાય છે અને વિદ્યાર્થીઓનો શૈક્ષણિક વિકાસ પણ આ શાળામાં નોંધપાત્ર હોય છે. માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સમાજમાં એક જવાબદાર નાગરિકનું નિર્માણ એ જ તેમની શાળાનો મુદ્રાલેખ છે. આમ પણ એમના બાળકો પ્રત્‍યેના માયાળું વ્‍યવહારથી સમગ્ર વિદ્યાર્થી જગતના હ્રદયમાં પણ અદકેરું સ્‍થાન ધરાવે છે. અને ‘કન્‍યા' કેળવણીના પણ તેઓ પ્રખર હિમાયતી છે. વળી ગરીબ અને વંચિત બાળકોને પોતાની શાળામાં વિનામૂલ્‍યે શિક્ષણ પ્રદાન કરવા માટેની તેમની પ્રતિબધ્‍ધતા પણ નોંધનીય છે. તેઓશ્રીનું જીવન સુખમય, તંદુરસ્‍ત દીર્ઘાયુ અને સમાજનાં શૈક્ષણિક જગતમાં સદૈવ મહત્ત્વપૂર્ણ યોગદાન આપતું રહે તેવી અભિલાષા સહ...પ્રતાપભાઈ ખુમાણને (બાપુસર)ને તેના જન્‍મદિવસ નિમિત્તે (મો.૯૮૯૮૭૭૩૫૧૬) શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(10:19 am IST)