Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

રાણાવાવની નેશ આંગણવાડીઓના બાળકો શિક્ષણની સાથે જનરલ નોલેજમાં આગળ

પોરબંદરઃ  રાણાવાવ તાલુકાના સાજણાવારાનેસ વિસ્‍તારમાં સાજણાવારા આંગણવાડી કેન્‍દ્રમાં ભણવા આવતા બાળકોને પૂરતું શિક્ષણ મળે તે માટે આંગણવાડીની  બહેનો પ્રયત્‍નશીલ છે.
વર્કર રાડા વેજીબહેને કહ્યું કે ‘‘આંગણવાડીમાં ૨૪ બાળકો ભણવા માટે આવે છે. તેઓને સરકારશ્રીના નિયમ મુજબ દરરોજ અલગ અલગ પૌષ્‍ટિક નાસ્‍તો પીરસવામાં આવે છે.
આંગણવાડીથી જ બાળકોના શિક્ષણના બીજ રોપાઇ તે માટે અમે બંને બહેનો કાર્યરત છીએ. અત્‍યારે ભૂલકાઓને જ્ઞાન સાથે ગમ્‍મત આપવામાં આવે છે. જેથી બાળકો વહેલું શીખી શકે. કેન્‍દ્રના ભૂલકાઓ ગામના આગેવાનના નામથી લઇને રાજયના મુખ્‍યમંત્રીનું નામ, દેશના વડાપ્રધાનનું નામ, રાષ્‍ટ્રીય પક્ષી, રાષ્‍ટ્રીય પ્રાણી, તિરંગો સહિત જનરલ નોલેજના જ્ઞાનથી તેઓ વાકેફ છે. આ ઉપરાંત આપણા લોકગીતો પણ સરળતાથી બાળકો બોલે છે.''
સી.ડી.પી.ઓ દક્ષાબેન ખુંટીએ કહ્યું કે, છેવાડાના વિસ્‍તારમાં રહેતા બાળકોને પણ આંગણવાડી કેન્‍દ્રમાં શિક્ષણ અને પોષણ મળી રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તથા આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસરના સંકલનમાં અમે સતત કાર્યરત રહીએ છીએ. બાળકોને શિક્ષણ ઉપરાંત, કિશોરીઓ, સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓને પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવતા પોષણ લક્ષી પેકેટ તથા સરકારશ્રી દ્વારા આપવામાં આવતા પોષણ લાક્ષી પેકેટ તથા જુદી જુદ માહિતી સમયે સમયે પૂરી પાડવામાં આવે છે. સાજણાવાળા નેસના કેન્‍દ્રમાં ભણવા માટે આવતા બાળકો જ્ઞાન સાથે ગમ્‍મત મેળવી રહ્યા છે.

 

(10:46 am IST)