Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ટંકારા પાસે કાર હડફેટે બાઇક ચાલક દેવીપૂજક યુવકનું મોત

જયનગર ગામે રહેતા બાબુ બન્‍ના દેવીપૂજકના મોતથી પરિવારમાં અરેરાટી

ટંકારા તા. ૯ : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા પાસે આજે સવારે કાર હડફેટે બાઇક ચાલક યુવકનું મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.
પ્રાપ્‍ત માહિતી મુજબ રાજકોટ - મોરબી હાઇવે ઉપર આવેલા ટંકારા પાસે આઇ-૨૦ કાર નં. જીજે૩૬-એફ૮૦૦૨ના ચાલકે બાઇક નં. જીજે૦૩-જે ૨૬૫૦ના ચાલકને હડફેટે લેતા ઘટના સ્‍થળે જ તેમનું મૃત્‍યુ થયું હતું.
મૃતક ટંકારાના જયનગર ગામના ૩૦ વર્ષના દેવીપૂજક બાબુ બન્‍ના હોવાનું જાણવા મળ્‍યું છે. આ બનાવથી દેવીપૂજક પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

 

(11:11 am IST)