Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ખંભાળીયા દોઢ, કોટડાસાંગાણી ૧ ઇંચઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવ

ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યા બાદ અનેક જગ્‍યાએ મેઘરાજા તૂટી પડયા હતાઃ જો કે સવારથી અસહ્ય ઉકળાટ

પ્રમથ અને બીજી તસ્‍વીરમાં ખંભાળીયા તથા ત્રીજી તસ્‍વીરમાં ગોંડલમાં પડેલ વરસાદ નજરે પડે છે (તસ્‍વીરઃ કૌશલ સવજાણી (ખંભાળીયા) ભાવેશ ભોજાણી (ગોંડલ)
રાજકોટ, તા. ૯ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં કાલે રાત્રીનાં વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો હતો અને અનેક વિસ્‍તારોમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો હતો.
 જયારે મોડી રાત્રીના દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં દોઢ ઇંચ, કોટડાસાંગાણીમાં ૧ ઇંચ વરસાદ પડયો હતો.
 જો કે સવારથી અસહ્ય ઉકળાટ સાથે ઘૂપ-છાંવનો માહોલ છે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) : ખંભાળિયા પંથકમાં છેલ્લા દિવસોમાં બફારા અને ગરમી ભર્યા માહોલ વચ્‍ચે ગઇકાલે રાત્રે દસેક વાગ્‍યાથી મેઘરાજાના મંડાણ થયા હતા અને વીજળીના ભયાવહ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્‍યો હતો. જે સતત એકાદ કલાક સુધી હળવા તથા ભારે ઝાપટા રૂપે વરસતા ૩ર મિલીમીટર વરસાદ વરસી ગયો હતો.
ગત રાત્રિના જાણે ઘેરો અષાઢી માહોલ સર્જાયો હોય તેમ વીજળીના કડાકાથી લોકો ભયભીત બની ગયા હતા. વાઝડી જેવા આ વરસાદ કારણે શહેરમાં લાંબો સમય પુરવઠો ખોરવાઇ જતા ગરમીમાં લોકો ભારે હાલાકીમાં મુકાઇ ગયા હતા.
જો કે ત્‍યારબાદ મેઘરાજાએ વિરામ રાખ્‍યો હતો અને આજે સવારે પણ ઉઘાડ સાથે સૂર્યનારાયણના દર્શન થયા હતા. ખંભાળિયા પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ મુશળધાર વરસાદ હોવાના વાવડ છે. આ વરવસાદ ખેતર તથા પાક માટે ફાયદારૂપ માનવામાં આવે છે. આ સાથે ખંભાળિયા તાલુકાના મોસમનો કુલ વરસાદ સાડા ૪પ ઇંચ વરસી જવા પામ્‍યો છે.
આ સાથે દ્વારકા તાલુકામાં પણ ગતરાત્રિના બારેક વાગ્‍યાથી ભારે ઝાપટા રૂપે અડઘો ઇંચ (૧ર મીલીમીટર) પાણી વરસી ગયું હતું. આથી દ્વારકા તાલુકાનો કુલ વરસાદ ૩૦ ઇંચથી વધુ નોંધાયો છે.
આ ઉપરાંત ગત રાત્રિના કલ્‍યાણપુર તાલુકામાં છ મીલીમીટર અને ભાણવડ તાલુકામાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ખંભાળિયા તાલુકાનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૪૦ ટકા, દ્વારકા તાલુકાનો ૧૪૩ ટકા, કલ્‍યાણપુર તાલુકાનો ૯૦ ટકા અને ભાણવડ તાલુકાનો ૭૩ ટકા નોંધાયો છે.
વાંકાનેર
(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેરઃ ગત રાત્રે વાંકાનેરમાં અસહ્ય ઉકળાટ બાદ વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતા માત્ર પંદર મિનિટમાં અડધા ઇંચ જેટલો વરસી જઇ વાતાવરણ ઠંડુ થવા પામ્‍યુ હતું. જો કે આજ સવારથી ફરી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વાંકાનેરમાં થોડા વરસાદ શરૂ થતા જ લાઇટગૂલ થઇ હતી. પીજીવીસીએલના જવાબદારોને આ અંગે જણાવતા તેઓ દ્વારા ફોલ્‍ટ મળતો નથી એવો જવાબ આપ્‍યો હતો.
વરસાદ બાદ બે કલાકે પુનઃવિજળી શરૂ થઇ હતી.
ગોંડલ
ગોડલ : દિવસભરના અસહ્ય બફારા બાદ સાંજે સાડા છ કલાકે આકાશી મેઘાડંબર અને વિજળીના કડાકા ભડાકા વચ્‍ચે ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો. અડધી કલાકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
દેવભૂમિ દ્વારકા
કલ્‍યાણપુર    ૬  મીમી
ખંભાળીયા     ૩ર મીમી
દ્વારકા         ૧ર મીમી
ભાણવડ     ર મીમી
રાજકોટ
કોટડાસાંગાણી     રપ મીમી
ગોંડલ         ર૧ મીમી
જેતપુર        ૧૩ મીમી
જસદણ     ૧ર મીમી
જામકંડોરણા     પ મીમી
ધોરાજી         ૧ મીમી
રાજકોટ     ૧૯ મીમી
લોધીકા     ૯ મીમી
વિંછીયા     ૯ મીમી
જામનગર     ર મીમી
કાલાવડ     ર૦ મીમી
જોડિયા         ૧પ મીમી
લાલપુર     ૧પ મીમી
અમરેલી
જાફરાબાદ     ૧૦ મીમી
વડિયા        ૯ મીમી
અમરેલી     ર મીમી
સુરેન્‍દ્રનગર
ધ્રાંગધ્રા        ર મીમી
લીંબડી         ૧ મીમી
સાયલા         ૮ મીમી
જુનાગઢ
કેશોદ         ૩ મીમી
માંગરોળ     ૧૬ મીમી
જુનાગઢ     ૧૪ મીમી
ભેંસાણ     ૧૯ મીમી
માળીયાહાટીના     ૧૦ મીમી
વંથલી         ૧૦ મીમી
વિસાવદર     રર મીમી  
ભાવનગર
ઉમરાળા     ૩ મીમી
ગારીયાધાર     ૧ મીમી
ઘોઘા         ૩ મીમી
જેશર        ૪ મીમી
તળાજા         ર મીમી
ભાવનગર     ૮ મીમી
વલ્લભીપુર     ૧ર મીમી
શિહોર         ૩ મીમી
બોટાદ
ગઢડા         ૩ મીમી
બોટાદ         ૧ મીમી
રાણપુર     ૧ મીમી
મોરબી
હળવદ         ૧ મીમી
ટંકારા         ૮ મીમી

 

(11:40 am IST)