Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

જૂનાગઢ પાલિકાની સ્‍થાયી સમિતિની બેઠકમાં રૂ. ૫.૯૨ કરોડના કામો મંજુર

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૯ : મહાનગરપાલિકાની સ્‍થાયી સમિતીની બેઠક મળેલ હતી, જે બેઠક અન્‍વયે નિર્ણયો લેવા માટે સર્વપ્રથમ સંકલનની બેઠક મળેલ હતી, જેમાં મેયરશ્રી ગીતાબેન પરમાર, ડે.મેયર ગિરીશભાઈ કોટેચા, સ્‍થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પરસાણા, શાસક પક્ષનેતા કિરીટભાઈ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી સ્‍થાયી સમિતીના સિનીયર સદસ્‍યો ઉપસ્‍થિત રહેલ હતાં. સ્‍થાયી સમિતીની બેઠક ચેરમેન હરેશભાઈ પરસાણાના અધ્‍યક્ષસ્‍થાને મળેલી સ્‍ટેન્‍ડીંગની બેઠકમાં સદસ્‍યો શશીકાંતભાઇ ભીમાણી, બાલાભાઈ રાડા, નટુભાઈ પટોળીયા, આરતીબેન જોષી, ભારતીબેન ત્રાંબડીયા, દિવાળીબેન પરમાર, શાંતાબેન મોકરીયા, જીવાભાઇ સોલંકી સહિતનાં સદસ્‍યોની ઉપસ્‍થિતીમાં મળેલ હતી, જે બેઠકમાં અનેકવિધ વિકાસકાર્યો અને વોર્ડવિકાસના પ્રજાકિય સુખાકારીના કામોને મંજુરી આપવામાં આવેલ છે.

જે અંતર્ગત શહેરાને ફાટક મુકત કરવું, ઓવરબ્રિજ બનાવવાની કામગીરી, રખડતા ઢોર મુકત શહેર, પેવીંગ બ્‍લોક, આધારકાર્ડ અપડેટેશન કામગીરી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટરના ખર્ચ, સફાઇ કામદારોના હિત માટેના નિર્ણયો જેવા અનેક વિકાસકાર્યો હાથ ધરવા માટે કામો મંજૂર કરવામાં આવ્‍યા હતા. તેમ યાદીમાં જણાવેલ છે.

(11:44 am IST)