Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ખીરસરા ગણપતિ ઉત્‍સવ સંધ્‍યા મહાઆરતી યોજાઇ

 ખીરસરા : ગણપતિ ઉત્‍સવની ૧૦૮ દિવળા ની સંધ્‍યામ મહાઆરતી તેમજ  પ્રસાદનું આયોજન કરવામાં આવેલ . ખીરસરા રણમલજી ગામે રાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍ય   લાખાભાઇ સાગઠીયા તેમજ તેમના પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિઘ્‍નહર્તા ગણેશજીનુ ગણેશ ચતુર્થીના દિવસથી ગણપતિજીનું સ્‍થાપન કરી  ગણેશ ઉત્‍સવ નું આયોજન કરવામાં આવે છે રાત્રે સંધ્‍યા આરતી તેમજ ધુન કિર્તન નું આયોજન કરવામાં આવેલ છે જેમાં  સાંજ ના ૮ વાગ્‍યે ૧૦૮ દિવળાની દિપમાળાની સંધ્‍યા મહાઆરતી તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ  જેમાં ખીરસરા ગામના સમસ્‍ત ધર્મ પ્રેમી લોકો  તથા આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોના લોકો સાધુ સંતો ભક્‍તો રાજકીય અગ્રણીઓ  ગણપતિ ઉત્‍સવ ની સંધ્‍યા મહાઆરતીમાં ઉપસ્‍થિત રહેલ તેમજ મહાઆરતીનો લાભ લિધેલ ધારાસભ્‍ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ તેમના પરિવાર દ્વારા ૧૦૮ દિવળાની દિપમાળા મહાઆરતી નું આયોજન કરવામાં આવેલ જેમાં  ખીરસરા સ્‍વામિનારાયણ સનાતન આશ્રમ શાષાી  ભક્‍તિ પ્રકાશદાસજી સ્‍વામીજી ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી કિશોરભાઈ પાંભર રાજકોટ લોધીકા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા તાલુકા ભાજપ અગ્રણી મયુરસિહ જાડેજા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરૂધ્‍ધસિંહ ડાભી મનસુખભાઈ સરધારા  જયેશભાઈ સાગઠીયા સંજયભાઈ સાગઠીયા માવજીભાઈ સાગઠીયા મેટોડા સરપંચ જેન્‍તીભાઇ સભાયા છાપરા સરપંચ ખીરસરા મુકેશભાઇ મકવાણા  કિશોરસિહ ઝાલા રધુવીરસિહ જાડેજા મછાભાઇ લાંબરીયા ખીમજીભાઈ સાગઠીયા  રાજેશભાઈ સાગઠીયા લક્ષ્મણભાઈ. મુકેશભાઇ મૌલિક ખુટ વિશાલ વાગડીયા રાજદિપસિહ જાડેજા સહિત ના ઉપસ્‍થિત રહેલ તેમજ ગણપતિ ઉત્‍સવ સંધ્‍યા મહાઆરતી દર્શન કરેલ.  (તસ્‍વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ, ખીરસરા)

(11:45 am IST)