Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

જાફરાબાદના નાગેશ્રીમાં જંગલી શિયાળે મહિલા ઉપર હુમલો કર્યો

રાજુલા, તા. ૯ : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે ગઇકાલે જંગલી શિયાળ દ્વારા જયાબેન લાખાભાઈ કોટડીયા ઉંમર વર્ષ આશરે ૫૦ નામ ની મહિલા નાગેશ્રી મીઠાપુર બન્ને ગામની વચ્‍ચે આવેલ વાડીમાં તેઓ કામ કરતા હતા ત્‍યારે તેમની ઉપર એક જંગલી શિયાળ દ્વારા હુમલો થયો હતો આ હુમલો  અચાનક થયો કે ઈજા ગ્રસ્‍ત મહીલા ને ખબર નથી કે સિંહે કે સિંહણ કે પછી શિયાળ કોણે હુમલો કર્યો તે જયાબેન ને ખ્‍યાલ નહોતો પણ જે  વાડીમાં હાજર રહેલા લોકો શિયાળ દ્વારા થયેલા હુમલા જોયેલું અને ઈજા ગ્રસ્‍ત મહીલા ને સારવાર માટે રાજુલા જનરલ હોસ્‍પિટલ ખાતે લાવેલ તે લોકો એવું જનાવેલ કે હુમલો કરનાર જનાવર શીયાળ હતુ શિયાળે ના હુમલા થી જયાબેન ને હાથ અને પગ ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે લોકો ત્‍યા ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા અને શિયાળ દ્વારા  ઈજાગ્રસ્‍ત મહિલા ઉપર વધુ હુમલો કરે તે પહેલાં વાડીમાં હાજર રહેલા લોકોએ આ જનાવર ને ભગાડેલ જયાબેન ને હાથ અને પગ ના ભાંગે ગંભીર ઇજાઓ  થતાં આ મહીલા ને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સિવિલ હોસ્‍પીટલ ખાતે સારવાર માટે લાવેલા હતા લોકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ કે આ વિસ્‍તારમાં સિંહ સિંહણ દિપડા જેવા અનેક જંગલી જનાવરો વસવાટ કરે છે અહીં ખેડૂતો ખેત મજુરો ગામ ના સિમાડે વસવાટ કરતા લોકો ઉપર આવા જંગલી જનાવરો દ્વારા અનેક વાર હુમલો થયા હોવાનું જાણવા મળે છે આવાં હુમલા થી જંગલ ખાતાના અધિકારીઓ ને કર્મચારીઓ ની નબળી કામગીરી કારણે આવા હુમલા બનતા હોવાનું આ વિસ્‍તારના લોકો માં ચર્ચા ઓ છે.

(1:31 pm IST)