Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

જૂનાગઢ વોર્ડ નં. ૧૧માં સી. સી. રોડનું ખાતમુર્હુત

જૂનાગઢ : ધારાસભ્‍ય ગ્રાન્‍ટમાંથી શહેરના વોર્ડ-૧૧ ખાતે, અજમેરી પાર્ક સોસાયટીમાં રૂ. ૫૫ લાખના ખર્ચે નવા બનનાર સી.સી.રોડનું ખાતમુહૂર્ત કર્યું. ધારાસભ્‍ય તરીકે દર વર્ષે મળતી રૂ. દોઢ કરોડ ગ્રાન્‍ટ ઉપરાંત વધારાની રૂ. ૨ કરોડ ગ્રાન્‍ટ સરકારમાંથી મંજુર કરાવેલ. આ નાણાં અગાઉ લોકભાગીદારી યોજના અંતર્ગત ફાળવેલ. જે રૂ. ૨ કરોડની સામે ૭૦% રાજ્‍ય સરકારની ગ્રાન્‍ટનો ઉમેરો થઈ રૂ. ૧૦ કરોડના કામ થતા હતા. પરંતુ કોર્પોરેશન દ્વારા આ ગ્રાન્‍ટ ના-મંજુર કરવામાં આવેલ. વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષમાં વધારાના  રૂ. ૨ કરોડ સરકારમાંથી મંજુર કરાવેલ. જે અગાઉના રૂ.૨ કરોડ મળી કુલ રૂ. ૪ કરોડ ૧૦૦% લેખે વાપરવા  જરૂરિયાતવાળા તમામ વોર્ડમાં સી.સી.રોડ બનાવવા ગ્રાન્‍ટ ફાળવી દેવાઇ છે. જે કામગીરી બાકીના વોર્ડમાં ટૂંક સમયમાં શરૂ થશે.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(1:32 pm IST)