Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ખૂન કેસના આજીવન કેદના જેલ ફરારી આરોપીને જૂનાગઢમાંથી પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લો સ્‍કોડ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૯ : પોલીસ મહાનિદેશકશ્રી અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્‍વે ગાંધીનગર નાઓની સુચના અનુસાર રાજય મા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપી ઓ ,વચગાળાના જામીન પર મુક્‍ત ફરાર આરોપી ઓને પકડવા સારૂ સમગ્રરાજયમા વધુમા વધુ આરોપીઓ પકડવા જણાવેલ હોય જે અન્‍વયે જૂનાગઢ ઇન્‍ચા.રેન્‍જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવીતેજા વાસમશેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામા વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્‍હાના કામેના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્‍કોડ ને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્‍વયે ક્રાઈમ બ્રાન્‍ચના પો.ઈન્‍સ  એચ.આઇ.ભાટીના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લોસ્‍કોડના એ એસ આઈ પ્રદીપભાઈ ગોહેલ એ એસ આઈ ઉમેશભાઈ વેગડા પો.હેડ કોન્‍સ. સંજયભાઈ વઘેરા પો કોન્‍સ દિનેશભાઇ છૈયા પો કોન્‍સ જયેશ ભાઈ બાંભણીયા એ રીતે નાઓની ટીમ દ્વારા જૂનાગઢ જીલ્લામાં જુદા જુદા પોલીસ સ્‍ટેશનો મા ગુન્‍હા ના કામે નાસતા ફરતા આરોપી ઓ તથા જેલ ફરારી આરોપીઓને પકડવા સારૂ પેટ્રોલીંગમાં હતા બાતમી રાહે હકિકત મળેલ કે રાજકોટ જીલ્લા જેલમાંથી તા.૨૨/૮/૨૨ના રોજ દિન ૧૦ ની પેરોલ રજા મેળવી આરોપી કૈલાસ ભાયા રાડા રબારી રે. જૂનાગઢ મેઘાણીનગર વાળા એ વર્ષ ૨૦૧૧માં રાજકોટ કુવાડવા પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર મા ખૂન કરેલ હોય જે અંગે કુવાડવા પોસ્‍ટે.ગુ.ર.ન. ફસ્‍ટ ૧૯૭/૧૧ ઇ.પી.કો. કલમ ૩૦૨ વી.મુજબનો ગુન્‍હો રજી. થયેલ હતો જે ગુન્‍હા માં તેને આજીવન કેદની સજા થતા રાજકોટ જેલમા સજા ભોગવતો હતો અને તેણે પેરોલ રજા મેળવી તે અહી જૂનાગઢ તેના ઘરે આવેલ હતોᅠ મુદત પુરી થયે જેલ હાજર થવાનુ હતું પરંતુ હાજર ન થઇ પોતાની મેળે બારોબાર ફરાર થઇ ગયેલ હોય મજકુર આરોપી પોલીસ ની પકડ થી નાસતો ફરતો હોય અને તે હાલ જૂનાગઢ સંજયનગર ગાંધીગ્રામ વિસ્‍તાર માં આટા ફેરા મારે છેᅠ તેવી ખાનગી રાહે હકીકત મળતાᅠ વોચ તપાસ મા રહેતાં મજકુર આરોપી ત્‍યાથી મળી આવતા તેનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ કૈલાશ ભાયા રાડા રબારી ઉ.વ.૩૭ રે જૂનાગઢ મેઘાણીનગરવાળો બતાવતો હોય મજકુર આરોપી રાજકોટ જેલ નો ફરાર કેદી હોવાની કબૂલાત કરતો હોય જેથી તેને હસ્‍તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી રાજકોટ જિલ્લા જેલ ખાતે સોપી આપવામા આવેલ છે.

(1:42 pm IST)