Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

પોરબંદરના બરડા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન

અડવાણા, સોઢાણા, ભેટકડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી

પોરબંદરના બરડા પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે. બરડા પંથકના અડવાણા, સોઢાણા, ભેટકડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં  ઠંડક પ્રસરી છે.

(8:39 pm IST)