Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ઉના પંથકમાં ગણેશજીને ડીજેના તાલે ધામધૂમથી વિસર્જન કર્યા. ગણપતી બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આ થી ગુંજી ઉઠ્યું.

પોલીસ બંદોબસ્ત સાથે 3 પોલીસ અધિકારી, પોલીસ સ્ટાફ 54, હોમગાર્ડ 25, જી આર ડી 57, ટી આર બી 7, સહીત કુલ 157 પોલીસ તૈનાત

ઉના પંથકમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના બાદ દસ દિવસ સુધી પુજા અર્ચના કરી હતી. આજે વિસર્જનના દિવસે ઉના પંથકમાં ઠેર ઠેર બેસાડેલા ગણપતિની મૂર્તિને નવાબંદર દરિયાના ઊંડા પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. 

ઉના શહેર અને તાલુકામાં વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો ગણપતી મૂર્તિની પુજા આરતી કર્યા બાદ વાહન બેસાડી ડીજેના તાલે ધામધૂમથી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થયાં હતાં. અને શહેરમા ઠેર ઠેર પાણી સરબત તેમજ પ્રસાદીનું અયોજન સેવાભાવી યુવાનો દ્વારા લોકોએ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા શાહ એચ ડી હાઇસ્કુલ પાસે રસ્તા પર સડ્ડા અડ્ડા ગ્રુપ દ્વારા સરબત નું ભવ્ય આયોજન સવારથી કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જનમાં ઉના પંથકમાં ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના નારા સાથે ઉના પંથકમાં ગુંજી ઉઠ્યું હતું..

 ઉના પોલીસ બંદોબસ્ત સાથે 3 પોલીસ અધિકારી, પોલીસ સ્ટાફ 54, હોમગાર્ડ 25, જી આર ડી 57, ટી આર બી 7, સહીત કુલ 157 પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

(12:33 am IST)