Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના અભિયાનમાં સહભાગી થવા લેવાયા શપથ

ખંભાળીયા ખાતે પ્રારંભ થયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પદાધિકારીઓ, અધિકારીઓ અને છાત્રોએ લીધા શપથ:પોષણ અભિયાન અંગેની માહિતી આપતા સ્ટોલ પણ રખાયા

 દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના અભિયાનમાં સહભાગી થવા આહીર સમાજવાડી, ખંભાળિયા ખાતે પ્રારંભ થયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પદાધિકારીઓ, અધિકારીઓ અને છાત્રોએ શપથ લીધા હતા.

 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશમાં બાળકો, માતાઓમાં કુપોષણની સ્થિતિમાંથી મુક્ત કરાવવા અને દેશમાં પોષણની સ્થિતિ સુધારવા કુપોષણ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત સમગ્ર માસ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે આજે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પણ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના અભિયાનમાં સહભાગી થવાના શપથ લેવામાં આવ્યા હતા.

 આ તકે અહીં પોષણ અભિયાનની અને સરકાર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત ચલાવવામાં આવતી વિવિધ યોજનાની માહિતી આપતા સ્ટોલ પણ આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા રાખવામાં આવ્યા છે. જેમાં ડોક્ટરો અને કર્મચારીઓ દ્વારા પોષણ અંગેની માહિતી પૂરી પાડવામાં આવે છે.

(12:49 am IST)