Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ઉનાનાં મોટા સમઢિયાળા ગામે દીપડાએ શ્વાનનો શિકાર કર્યો : ગાયે સામનો કરતા છોડી ભાગી છૂટયો

શ્વાનને લોહી લોહાણ સાથે ગંભીર ઇજા

ઉના ; ગીર જંગલના વન્ય પ્રાણીઓને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ સીમ વાડી વિસ્તારમા આવુ સામાન્ય બની ગયું હોય તેમ ઉનાના મોટા સમઢીયાળા ગામમાં મોડી રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં એક દીપડો આવી ચડ્યો હતો.અને રખડતા શ્વાનને ગળાના ભાગેથી પકડી ઉઠાવી ગયો હતો. જોકે આ શ્વાનને ભસવા લાગતા દીપડાએ આગળ જતાં છોડી મૂકેલ હતો. પરંતુ શ્વાનને ગળાના ભાગમાં ગંભીર ઈજા પહોંચીએ હતી.

 ગામમાં આવેલ ગ્રામીણ બેંક નીચે રાત્રિના એક વાગ્યાની આસપાસ રસ્તા ઉપર એક શ્વાન તેમજ બે ગાય ઘોરનિંદ્રામાં આરામ કરતા હતા. ત્યારે અચાનક દીપડો આવી ચડ્યો હતો. અને શ્વાનને નિશાન બનાવી ધીમે ધીમે લપાઈને શ્વાન પાસે પોહચી તેના ગળાના ભાગે દીપડાએ મુખ વડે પકડી નાસી છૂટ્યો હતો. આ સમયે બાજુમાં બેસેલી ગાય એ સ્વાનને છોડાવવા માટે દીપડાને માથું ઉચકાવ્યું હતું. પરંતુ દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. તેમજ આ વિસ્તારમા દીપડો આવતા અન્ય શ્વાન ભસતા હતા. આ સમગ્ર ઘટના આ વિસ્તારમાં રહેતા ઉપસરપંચ પ્રફુલભાઈ જીણાભાઈ કોરાટના રહેણાંક મકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. આમ ગામમાં દીપડો આવી ચડતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. અને વન વિભાગ દ્વારા આ દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી ગામલોકોની માંગ ઊઠવા પામેલ છે.

(12:59 am IST)