Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કચ્છ: લવ મેરેજના ડાયવોર્સ પછી એક્સ વાઈફ સાથે ત્રણ વર્ષ બળજબરીથી શરીર સબંધ બાંધ્યો : નખત્રાણાના યુવાન સામે એક્સ વાઈફની પોલીસ ફરિયાદ

(ભુજ) વર્તમાન સમયમાં યુવા પેઢીઓ વચ્ચે રચાતા સબંધોના આટાપાટા ભારે અટપટા બની ગયા છે. ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવાન પરિણિતાએ કરેલી ફરિયાદમાં લવ મેરેજ, ડાયવોર્સ અને પછી બળજબરીથી શરીર સબંધ બાંધી દુષ્કર્મ ગુજારવાની રજુઆત છે. ફરિયાદ મુજબ નખત્રાણાના ભાવેશ રમેશ જાંગલે ભુજની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. ૨૦૧૭ માં રમેશ અને  ફરિયાદી યુવતી વચ્ચે ડાયવોર્સ થઇ ગયા હતા. જોકે, ત્યાર બાદ રમેશે પોતાની એક્સ વાઈફ એવી આ ફરિયાદી યુવતી સાથે ૧૫ જુલાઈ ૨૦૧૭ થી બળજબરીથી શરીર સબંધ બાંધવાનો સિલસિલો શરૂ કર્યો હતો. જુલાઈ ૨૦૧૭ થી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી સતત ત્રણ વર્ષ દરમ્યાન અલગ અલગ જગ્યાએ લઈ જઈ આ પૂર્વ પતિ રમેશે પોતાની સાથે બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હોવાનું ફરિયાદી યુવતીએ જણાવ્યું છે. ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો નોધી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

(9:51 am IST)