Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

જોડીયાના વાવડી ગામે ડીઝીટલ લોચીંગ સર્વિસ સેવા કેમ્પ યોજાયો

ફલ્લા તા.૯ : જોડીયા તાલુકાના વાવડી ગામે ડીઝીટલ લોંચીંગ સર્વિસ સેવા સેતુ કેમ્પનું આજરોજ આયોજન કરાયુ હતુ.

લોકસેવાના કાર્યો માટે લોકોની સુખાકારી અને સરળતા વધારવાનો હેતુથી રાજય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમના ડીઝીટલ લોંચીગ થવાથી આવકનો દાખલો, જાતીનુ સર્ટીફીકેટ, વિધવા કે સીનીયર સીટીઝન સર્ટીફીકેટ, રેશનકાર્ડ જેવી સામાન્ય માણસની જરૂરિયાત સરકારશ્રી દ્વારા જે જીલ્લા કે તાલુકા મથકોથી પુરૂ પાડવામાં આવતી હતી તે હવેથી ગ્રામપંચાયતોમાં સરળતાથી ડીઝીટલ સેવા હેઠળ ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય કરેલ છે.આનાથી નાણા સમય અને શકિતનો બચાવ થશે.

આ કેમ્પમાં વાવડી ગામના સરપંચ ભાવેશભાઇ મકવાણા અધિકારીઓ, પદાધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:20 am IST)