Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

વિરમગામ પાસે ટેન્કરમાં ર૩ લાખનો દારૂ કબ્જે

રાજસ્થાની ચાલક ઝડપાયો : મોકલનાર અને દારૂ મંગાવનારની શોધખોળ : ૮૧૦૦ બોટલ કબ્જે કરાઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૯ : વિરમગામ રૂરલ પોલીસ દ્વારા વડગામના પાટિયા પાસે અશોક લેલન્ડ ટેન્કરમાં લઇ જવાતો ભારતીય બનાવટ નો વિદેશી દારૂની૮,૧૦૦ બોટલ કિંમત રૂપિયા ૨૩.૮૨/-લાખ અને ટેન્કર રૂપિયા ૧૦/- લાખ સાથે કુલ ૩૩,૯૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ટ્રક ટેન્કર ડ્રાઇવરને પોલીસે ઝડપી પાડયો હતો

ડી જી. પી. સા.ગુ.રા. ગાંધીનગર તથા  પોલીસ મહાનિરીક્ષક કેજી.ભાટી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ તથા મદદનીશ પોલીસ અધિક્ષક ડોલવીના સીન્હા વિરમગામ વિભાગ, વિરમગામ નાઓ ના માર્ગદર્શન અનુસાર પો.સબ.ઈન્સ. એમ. એસ.ઝાલાને  સુચના અનુસંધાને પ્રોહિ વોયમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે એક ટાટા કંપનીનું સફેદ કલરનું એલ.પી.જી. ગેસનું ટેન્કર વાહન નંબર ય્થ્-૩૧-ઞ્ખ્-૬૦૭૫ માં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ-ધ્રાંગધ્રા હાઇવે રોડ પરથી પસાર થવાનું છે.

જે અનુસંધાને વડગાસ ગામના પાટીયાથી એકાદ કી. મી. આગળ ધાગધ્રા તરફ હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી સદર વાહન રોકી ચેક કરતા આરોપી હનુમાન રીડમલરામ ખમ્મુરામ જાતે, બસ્નોઇ (ઉં. વ. ૨૫), ધંધો ડ્રાઇવીંગ, રહે, કાલુ કી, બેરી, કિનોરીયા, તા. સેડવા થાણા બામનોર, જી, બાડમેર, રાજસ્થાન થી પકડાઇ ગયેલ જે મુદામાલ કબજે કરી વિરમગામ રૂરલ પો. હે પાર્ટ સી ગુ.ર.નં ૧૧૧૯૨૦૬૦૨૦૦૩૨૮/૨૦૨૦ પ્રોહી. એકટ કલમ ૬૫(ઇ, ૧૧૬ (બી), ૯૮(૨)૮૧, ૮૩, મુજબનો ગુનો રજી. કરી ગુનાનો પકડાયેલ આરોપી  વિદેશી દારૂ મોકલનાર ગજેસીંગ નામનો માણસ તથા ગુજરાતમાં દારૂનો જથ્થો મંગાવનાર ઇસમો તથા પોલીસ તપાસમાં નીકળે તે વિગેરે વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તપાસ ચલાવી છે.

ઉપરોકત કામગીરી માં વિરમગામ રૂરલ પો. સબ.ઇન્સ. એમ. એચ.ઝાલા,એ. એસ. આઇ. નરેશભાઈ મોહનભાઈ ,આ.પો.કો. રાજેશકુમાર માધવજીભાઈ, આ.પો.કો. ચેહરભાઈ ભીખાભાઇ વગેરે હતા.

(11:27 am IST)