Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

પાલીતાણાના ઘેટી ગામ વાડીની તાર ફેન્સીંગમાં 'સિંહ' ફસાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૯: જીલ્લાનાં ઘેટી ગામે વાડીની તાર ફેન્સીંગમાં સિંહ ફસાઇ ગયો હતો. બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી.

વિગતો મુજબ પાલીતાણા તાલુકાનાં ઘેટી ગામે રહેતાં લવજીભાઇ માસ્તરની વાડીમાં કરેલી તાર ફેન્સીંગમાં શિકારની શોધમાં આવી ચડેલો સિંહ ફસાઇ ગયો હતો. આ અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતાં ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

તાર ફેન્સીંગમાં ફસાયેલા સિંહને બહાર કાઢવા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતાં જ ગ્રામ્યજનોનાં ટોળેટોળા ઉમટી પડયા હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વાડીની તાર ફેન્સીંગમાં દિપડો, સિંહ વિગેરે પ્રાણીઓ ફસાઇ જવાયાં અને કેટલાક બનાવમાં મોત નિપજવાનાં બનાવો પણ ભાવનગર પંથકમાં બનવા પામ્યા છે.

(11:28 am IST)