Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

મોરબીના મહેન્દ્રનગર ચોકડીએ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો

મોરબી, તા. ૯ : મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે એક ઇસમ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોય જેને પોલીસે ઝડપી લઇને જુગારધારા મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પ્રકૃતિ સોસાયટી ગેઇટ સામે આરોપી રાહુલ ઉર્ફે મેહુલ નટુભાઇ પટેલ રહે. મહેન્દ્રનગર હળવદ રોડ મોરબી-ર, વાળો આઇપીએલ મેચ પર સટ્ટો રમતો હોય જેને દબોચી લઇને મોબાઇલ નંગ ૧ કિંમત રૂ. ૧૦૦૦ જપ્ત કર્યો છે. જયારે અન્ય આરોપી રાજભા દરબાર રહે. દેવળીયા તા. હળવદ વાળાનું નામ ખૂલતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

(11:30 am IST)