Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

પોરબંદરના ભારાવાડામાં આર્મીના નિવૃત ફૌજીનું મહેર શકિત સેના દ્વારા સન્માન

પોરબંદર ,તા.૯ : તાલુકાના ભારવાડા ગામે સામતભાઈ હરદાસભાઇ ઓડેદરા ભારતીય સૈન્યમાં ૧૭ વર્ષ ૬ મહિના ફરજ બજાવી નિવૃત્ત્। થતાં સમસ્ત ભારવાડા ગામ તેમજ મહેર શકિત સેના પોરબંદર અને મહેર શકિત સેના મહિલા પાંખ દ્વારા  સત્કાર સમારંભ રાખવામાં આવેલ હતો ભારવાડા ગામ તરફથી ગામના ઉપસરપંચ કેશુભાઈ ઓડેદરા મહેર શકિત સેના ના હોદ્દેદારો તેમજ મહેર શકિત સેના મહિલા પાંખના મંજુલાબેન બાપોદરા તેમજ મંજુલાબેન મોઢવાડિયા દ્વારા ફૂલોના હાર પહેરાવી સામતભાઈ ને સત્કાર કરવામાં આવેલ આ તકે નિવૃત આર્મીમેન સામતભાઈ એ જણાવેલ કે અમો ફરજ દરમ્યાન જયારે વર્દી પહેરી તિરંગા સામે જોઈએ છીએ ત્યારે દરેક ફોજી ને જાનની પરવા રહેતી નથી ભારતીય સૈન્ય શિયાળો ઉનાળો ચોમાસુ કોઈપણ ઋતુ હોય અથવા માઇનસ ડિગ્રી તાપમાન હોય કે ૪૫થી ૫૦ ડિગ્રી તાપમાન હોય તોપણ અમારો ધ્યેય બુલંદ હોય છે

તેમણે જણાવેલ કે આજના યુવાનો વ્યસન ને તિલાંજલિ આપે અને ભારતીય સૈન્યમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે માટે મારુ યુવાવર્ગને આહવાન છે ઉપરાંત ભારતીય સૈન્યમાં કઈ રીતે જોડાવું તે માહિતી માટે મારો ગમે ત્યારે યુવાનો સંપર્ક કરી શકે છે આ સત્કાર સમારંભમાં ભારવાડા ગામના  ઉપ સરપંચ કેશુભાઈ ઓડેદરા માજી સરપંચ  કારાભાઇ ઓડેદરા તેમજ મહેર શકિત સેના ના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને મહેર શકિત સેના મહિલા પાંખના મંજુલાબેન બાપોદરા મંજુલાબેન મોઢવાડિયા તેમજ સમસ્ત ભારવાડા ગામ ના ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

(11:33 am IST)