Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

પોરબંદર પાસે હાઇવે ઉપર ડ્રાઇવરને ઝોકું આવી જતાં ટ્રક પલટી મારી ગયો

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૯: નેશનલ હાઇવે ઉપર ટુકડા-મીયાણી પાસે ડ્રાઇવરને રાત્રીના ઝોકુ આવી જતાં ટ્રક પલટી મારી ગયો હતો અકસ્માતમાં ટ્રક ચાલક બચી ગયેલ છે.

ટુકડા મીયાણી પાસે રાત્રીના ડ્રાઇવરને ઝોકુ આવી જતાં સ્ટીરીંગ ઉપર કાબુ ગુમાવતા ટ્રક રોડ નીચે ઉતરીને કેનાલ પાસે પલટી મારી ગયો હતો. રાત્રીના ધડાકાભેર અવાજ થતાં આજુબાજુના લોકો દોડી આવેલ અને ટ્રક ચાલકને બહાર કાઢેલ હતો. ટ્રક ચાલક સદ્દભાગ્યે બચી ગયેલ છે.

(12:42 pm IST)