Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

જુનાગઢ વોર્ડ નં.૫માં વિવિધ વિકાસ કામનો પ્રારંભ : ખાતમુર્હુત

જૂનાગઢ : મનપા દ્વારા વોર્ડ નંબર ૫માં વિકાસકાર્યો ની સ્થળ સ્થાપન વિધિ અને શુભારંભ કરવામાં આવેલ, જે અન્વયે જૂનાગઢ મનપાના વોર્ડ ૫ માં (ઝોન - ૪,૫) ઝાંઝરડા રોડ તથા ચોબારી વિસ્તારમાં અમૃત સ્કીમ અંતર્ગત  સંપ, ઊંચા પાણીની ટાંકી, મશીનરી, પાઇપલાઇન, મેન્ટનાસ, વોટર સપ્લાય સહિતની કામગીરી અને જળ વ્યવસ્થા અંતર્ગત કુલ રકમ આશરે રૂપિયા - ૭ કરોડ ૩૭ લાખની રકમના કામનો શુભારંભ તથા મુખ્યમંત્રી દ્વારા ઇ- લોકાર્પણ થી પૂજિત કરેલ ઈંટ નું સ્થાપન કરી આ કાર્યનો શુભારંભ કરાવવામાં આવેલ. ત્યારે ઝાંઝરડા ગામ (પાદર ચોક) તથા દ્વારિકપુરી કલેકટર કચેરી રોડ પર એમ બે સ્થળો પર હાઈમાસ્ટ ટાવર આશરે રકમ રૂપિયા ૮ લાખના ખર્ચે શુભારંભ થયેલ.  કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી હિમાંશુભાઈ પંડ્યા, સ્થાયી સમિતિ ચેરમેન તથા વોર્ડ ૫ના કોર્પોરેટર  રાકેશભાઈ ધુલેશિયા, કમિશનર  સુમેરાં સાહેબ, વોટરવર્કસ ચેરમેન  લલિતભાઈ સુવાગિયા, ગોપાલભાઈ રાખોલીયા, કોર્પોરેટર સર્વ શ્રી શિલ્પાબેન જોષી, જયેશભાઇ ધોરાજીયા, ભારતીબેન ત્રાંબડીયા (લાલભાઈ), અગ્રણીઓ સુરેશભાઈ પાનસુરીયા, સંજયભાઈ ધોરાજીયા, નાયબ કમિશનર લીખિયા સાહેબ, જયેશભાઇ વાજા, સહિતના વિસ્તારના રહેવાસીઓ જોડાયા હતા.

(12:50 pm IST)