Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

અમરેલીમાં જુગાર રમતા ૮ ઝડપાયા

અમરેલી : ચકકરગઢ રોડે આવેલ વાડી ખેતરના પાછળના ભાગે આવેલ સરકારી ખરાબાની જમીનમાં આવેલ નેરાના વોકળામાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વડે તીન પત્ત્।ી નામનો હાર જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આંઠ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.મુનાફ ઉર્ફે ચાલુ હબીબભાઇ કાલવા, ફારૂક ઉર્ફે પવ વલીભાઇ કાલવા,ભરતભાઇ ઉર્ફે બાઠો રવજીભાઇ સોલંકી, ફિરોઝભાઇ જમાલભાઇ કાલવા,જીગ્નેશભાઇ ધીરૂભાઇ ભીમાણી,ભાવેશભાઇ કનુભાઇ કથીરીયા, દિપકભાઇ મથુરભાઇ વસાણી રહે બધા અમરેલી તથા અમરેલી શૈલેશભાઇ ચીમનભાઇ પડસાળા રહે. વાંકિયાનો સમાવેશ થાય છે.રૂ.૬૧,૪૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮, કિ.રૂ.૨૬,૫૦૦/- તથા મોટર સાયકલ નંગ-૫ કિ.રૂ.૧,૪૭,૦૦૦/-ર્ં તથા ગંજીપત્ત્।ાના પાના નંગ-૫૨, કિ.રૂ.૦૦/- તથા એક પ્લાસ્ટીકનુ પાથરણુ કિ.રૂા ૦૦/૦૦ એમ મળી કુલ કિ.રૂ.૨,૩૪,૯૬૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે.

(12:51 pm IST)