Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

જામનગરમાં વિજ કચેરીમાં તોડવાનું કામ કરતી વેળાએ રવેશ સાથે નીચે પડતા મૃત્યુ

જામનગર, તા.૯: ખળખંભાળીયા ગામે રહેતા દિપકભાઈ ખોળાભાઈ ખરા, ઉ.વ.૩૪ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, દેવાભાઈ ધાનાભાઈ ખરા, ઉ.વ.પપ, રે. ચંગા ગામ, હરીજનવાસ, સાત રસ્તા જી.ઈ.બી.ઓફીસમાં તોડવાના કામે જતા હોય જર્જરીત (રવેશ) પરથી ચાલતા હોય તે દરમ્યાન અચાનક છજુ (રવેશ) સાથે નીચે પડતા ડાબા પગમા ઈજા થતા મૃત્યુ પામેલ છે.

ભેંસો ચરાવવાની ના પાડતા માર માર્યો

જોડીયા પોલીસ સ્ટેશનમાં બલવંતગીરી સુભાષગીરી ગોસાઈ એ ફરીયાદ નોંધાવી છે કે, પીઠડગામની સીમ વિસ્તારમાં આરોપી મિલનગીરી ગોસાઈ ની તેની ભેસો ચરાવાવ આવેલ કાનો ભરવાડ ને ચારવાનુ કહેતા તેને ચારવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગેલ અને તેના હાથમાં લાકડી હતી તેનાથી કાના ભરવાડને મારવા લાગેલ જેમા ફરીયાદી બલવંતગીરીને જમણા પગના નરામા તેમજ કમરના ભાગે લાકડી વતી  મુઢમાર મારેલ અને આરોપી મિલનગીરીએ કહેલ કે, હવે મને ભેંસો ચારવાની ના પાડી તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપેલ અને કાના ભરવાડએ બહુ દુઃખાવો થાય છે તેમ ફરીયાદી બલવંગીરીને વાત કરેલ હતી જેથી ફરીયાદી બલવંતગીરીએ કાનાને ધ્રોલ સરકારી દવાખાને લઈ ગયેલ અને ત્યાના ફરજ પરના ડોકટરે પ્રાથમીક સારવાર આપી હતી.

એલ્યુમીનીયમના વાયરોની ચોરી

જોડીયા પોલીસ સ્ટેશનમાં હસમુખાલલ પોટલાલ દુધાગરા એ ફરીયાદ નોંધાવી છે કે,  ભાદરાથી માળીયા જતા રોડ તથા હડીયાણા સુઝલોન મેદાન તથા કેશીયા સબ સ્ટેશન પાસે આરોપી અજાણ્યો ચોર ઈસમે જોડીયા પી.જી.વી.સી.એલ. કંપનીની અલગ અલગ ઈલેકટ્રીક લાઈનોના એલ્યુમીનીયમ ધાતુના વાયરો આશરે કુલ કિંમત રૂ.૧૧૩૮૦૬/– લોખંડની એન્ગલ તથા ચેનલની આશરે કિંમત રૂ.ર૭૯૪ મળી કુલ રૂ.૧,૧૬,૬૦૦/– ની અલગ અલગ સમયે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ક્રિકેટનો જુગાર રમતા બે ઝડપાયા : પાંચ ફરાર

 સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રાજેશભાઈ દુર્લભજીભાઈ વેગડ એ ફરીયાદ નોંધાવી છે કે, ગુરૂદ્વારા સર્કલ, સૃષ્ટી એપાર્ટમેન્ટ, ત્રીજા માળે ઓફીસ નં.૩૦૯ માં આરોપી અજયસિંહ પ્રવિણસિંહ ઝાલા એ પોતાના કબ્જાની ઓફીસમાં અન્ય આરોપી સુખદેવસિંહ ગુલાબસિંહ વાઢેર સાથે મળી ક્રિકેટનો જુગારનો ડબ્બો ચલાવી રેઈડ દરમ્યાન બંન્ને ઈસમો રોકડા રૂપિયા ૪ર,૧૦૦/– તથા ટીવી તથા સેટઅપ બોક્ષ તથા મોબાઈલ ફોનની કિંમત રૂ.૧પ,૦૦૦/– મળી કુલ રૂ.પ૭,૧૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી હિરેન ઉર્ફે પીન્ટુ ભુપતભાઈ નાનાણી, કરણ ચોટલીયા, મુકેશ, દિલીપ, ગન્ની, ફરાર થઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોેગેન્દ્રસિંહ નિરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, સેતાવડ, વિજય સોડા પાસે, અજયભાઈ કિર્તિભાઈ સોલંકી સ્પેલન્ડર મોટરસાયકલમાં દારૂ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦ તથા મોટરસાયકલ કિંમત રૂ.૧૦,૦૦૦/– મળી કુલ રૂ.૧૦,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

નવાગામ ઘેડમાં ઘોડીપાસાનો જુગાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ઘેડ, જાસોલીયા સોસાયટી ટાવર વાળા ચોક પાસે જાહેરમાં આરોપી પ્રવિણસિંહ પ્રતાપસિંહ ઝાલા, ઈમરાનભાઈ કાસમભાઈ પઠાણ, યાકુબભાઈ રસીદભાઈ પઠાણ, યુસુફભાઈ હુશેનભાઈ મેમણ, હારૂનભાઈ હુશેનભાઈ રાજાણી, ઘોડીપાસાનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા કુલ રૂ.૧૧,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:53 pm IST)