Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કચ્છ PGVCLના ના.ઈજનેર પ્રતાપસિંહ ચુડાસમાએ શ્વાસની તકલીફ સાથે કોરાનાને હરાવ્યો

(ભુજ) થોડા દિવસ અગાઉ પ્રતાપસિંહ ચુડાસમા (DE PGVCL આદિપુર) નો કોવીડ રીપોર્ટ પોઝેટીવ આવતા તેઓ જૂની હરિઓમ હોસ્પિટલ ખાતે એડમીટ થયા હતા, 

     શરૂઆતના દિવસોમાં તેમની તબિયત સ્થિર હતી પરંતુ બાદમાં તેમને શ્વાસની તકલીફ ઉભી થતા તેમને ICUમાં સીફટ કરવામાં આવ્યા જ્યાં તેમને ઓક્સીજન સપોર્ટ ૩ થી ૪ દિવસ આપવામાં આવ્યું, સ્થિતિની ગંભીરતા જોતા હરિઓમ હોસ્પિટલના સ્ટાફ એ તેમને અને કુટુંબીજનોને  સિવિલ હોસ્પિટલ (GKGH) ભુજ ખાતે તેમને સીફટ કરવા સમજાવામાં આવ્યા તેઓ GKGH ખાતે એડમિટ થયા. ત્યાં તેમની ટ્રીટમેન્ટ સારી રીતે થઇ અને તેઓ સ્વથ થતા તેમને GKGH ખાતે થી રજા આપવામાં આવી આમ સમયસર તેમને GKGH ખાતેથી સીફટ કરવાના નિર્ણયથી તેઓ એ કોરોના ને માત આપી. હોસ્પિટલ ખાતેથી રજા મળતા જ તેઓ એ અને તેમના કુટુંબી જનોએ હરિઓમ હોસ્પિટલના એડમીન સ્ટાફ અને GKGHનો આભાર વ્યક્ત કર્યો હતો.

(6:12 pm IST)