Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કચ્છના અબડાસા વિધાનસભા પેટા ચુંટણીમાં ઉમેદવારી પત્રો રજુ કરતી વખતે ઉમેદવાર સાથે બે વાહનો અને બે વ્યકિતઓ જ હાજર રહી શકશે : જાહેરનામુ પ્રસિધ્ધ

(ભુજ) આગામી વિધાનસભા ૧ અબડાસા પેટા ચુંટણી-૨૦૨૦ સંદર્ભે તા.૯/૧૦/૨૦૨૦ થી તા.૧૯/૧૦/૨૦૨૦ દરમ્યાન ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. તા.૧૭/૧૦/૨૦૨૦ના ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને તા.૧૯/૧૦/૨૦૨૦ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. 

       ભારતના ચુંટણી પંચની તા.૯/૨/૨૦૦૭ના પત્રથી આપેલ સુચના તેમજ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરની તા.૫/૯/૧૨ના પત્રની સુચના મુજબ ઉમેદવારી પત્રો રજુ કરતી વખતે ચુંટણી અધિકારીશ્રી/મદદનીશ ચુંટણી અધિકારીશ્રીની કચેરી આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં વધુમાં વધુ ૩ વાહનો આવવા દેવાની અને ચુંટણી અધિકારી/મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત કુલ પ વ્યકિતઓ દાખલ થવાની પરવાનગી આપવા બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવેલ. 

       જેમાં ભારતનું ચુંટણી આયોગની માર્ગદર્શક સુચનાઓ અન્વયે જાહેરનામામાં મુદા નં.૧ દર્શાવેલ વાહનોની સંખ્યા ૩ ને બદલે ૨ વાહનો પુરતી મર્યાદીત રહેશે. ઉમેદવારી ફોર્મ રજુ કરતી વખતે તથા દરખાસ્ત વખતે ઉમેદવાર સાથે મહત્તમ બે જ વ્યકિતઓ હાજર રહી શકશે તેવું કચ્છ-ભુજ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા સુધારા જાહેરનામામાં જણાવાયું છે.

(6:15 pm IST)