Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબીના કોર્ટ પરિસરમાં આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓ સાવધાન

નિયત જગ્યા સિવાય પાર્ક કરેલ વાહનો ડીટેઈન કરાશે, પરિપત્ર બહાર પાડ્યો.

મોરબીના કોર્ટ પરિસરમાં આડેધડ વાહન પાર્કિંગને પગલે અવ્યવસ્થા સર્જાતી હોય છે જેથી મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ દ્વારા પરિપત્ર જાહેર કરીને આકરી કાર્યવાહી કરાશે તેવી સુચના આપી છે
મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ એ. ડી. ઓઝાએ પરિપત્ર જાહેર કરી જણાવ્યું છે કે જીલ્લા અદાલત મોરબીના કોર્ટ કમ્પાઉન્ડમાં વાહનો રસ્તામાં નડતર થાય તે રીતે આડેધડ પાર્ક કરવામાં આવે છે જેથી ગેરવ્યવસ્થા સર્જાઈ છે જેને ધ્યાને લઈને મોરબી મધ્યે કાર્યરત તમામ અદાલતોના કર્મચારીઓ, તમામ વકીલો અને કોર્ટ કાર્યવાહી સબબ આવતા તમામ પક્ષકારોને પરિપત્રથી જણાવવામાં આવે છે કે કોઈપણ પણ પોતાનું વાહન કોર્ટ કમ્પાઉન્ડમાં વાહન પાર્કિંગ માટે નિયત કરેલ જગ્યા સિવાય રસ્તામાં નડતરરૂપ થાય તે રીતે આડેધડ પાર્ક કરવું નહિ અન્યથા જે તે વાહન ડીટેઈન કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેની તમામ લાગતા વળગતાઓએ ગંભીરતાપૂર્વક નોંધ લેવી
જે પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવો અને પરિપત્રના અમલમાં ચૂક કરનાર સામે ગંભીર પગલા લેવામાં આવશે તેમજ પરિપત્રની નકલ કોર્ટના તમામ નોટીસ બોર્ડ પર લગાવવા જણાવ્યું છે.

(12:18 pm IST)