Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબીની જનતાની જાહેર સંપતિઓનો ભારતીય જનતા પાર્ટીને દસ્તાવેજ કરી આપો !

આમ આદમી પાર્ટીએ આવેદન પાઠવી માંગ કરી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૯: મોરબીની જનતાની જાહેર સંપત્ત્િ।ઓનો ભારતીય જનતા પાર્ટીને દસ્તાવેજ કરી આપવાની માંગ કરીને જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ પરેશભાઈ પારિયાએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી શહેરની જાહેર સંપત્ત્િ। પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાની પાર્ટીના ઝંડાઓ, પતકડાઓ અને બેનરો મનફાવે તેમ લગાવી દે છે અમે સમજીએ છીએ કે કોઈપણ મંત્રી પ્રજાના આશીર્વાદ લેવા આવતા હોય ત્યારે ભાજપ માટે દેખાવ કરવો ખુબ જરૂરી હોય છે જે દેખાવને તે દિવસ પુરતો સહી લીધો છે આજે દ્યણા દિવસ બાદ પણ પ્રજાની જાહેર સંપતિ પરથી વગર મંજૂરીના ઝંડાઓ. પતકડાઓ અને બેનરો હટાવવામાં આવ્યા નથી.

મોરબી જીલ્લો હોવાથી નાનાથી લઈને મોટા અધિકારીઓ જેની જવાબદારી પ્રજાહિત માટે પ્રજાની સંપત્ત્િ।ની રક્ષા કરવાની હોય છે જેઓ પ્રજાના સેવક હોય છે ત્યારે આ કાર્ય પણ કોઈએ કર્યું નથી જેથી અધિકારીઓ કાયદા મુજબ સહુને એક સરખા રાખી સકતા ના હોય અને પ્રજાની સંપત્ત્િ।ની જાળવણી કરી શકતા ના હોય તો તમામ જાહેર સંપત્ત્િ।ની ભારતીય જનતા પાર્ટીના નામે કરી આપો જેથી કોઈ પણ પ્રકારનો વિરોધ ના કરવો પડે અને જો એવું ના કરવા માંગતા હોય તો ૨૪ કલાકમાં તમામ પ્રજાની જાહેર સંપત્ત્િ। પરથી ભાજપના તમામ સાહિત્ય ઉતરાવી નાખવા માંગ કરી છે અન્યથા આમ આદમી પાર્ટીના સાહિત્યો ત્યાં જ લગાવવા પડશે તેમ પણ જણાવ્યું છે. 

(1:21 pm IST)