Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

હળવદ હાઇવે ઉપર ટ્રક અકસ્માતમાં ટ્રેકટરના બે ફાડીયા

 (દિપક જાની દ્વારા)હળવદઃ અહીંના હાઇવે ઉપર કંસારી હનુમાનજી મંદિર નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકે કપાસ ભરેલા ટ્રેકટરને જોરદાર ટક્કર મારતા ટ્રેકટરના બે ફાડીયા થઈ ગયા હતા. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. માળીયા હળવદ હાઇવે ઉપર રણજીતગઢ ગામેથી કપાસ ભરીને આવતા ટ્રેકટરને આઇસર ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારતા ટ્રેકટરની ટ્રોલી પલટી મારી ગઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ થતાં રોડ ઉપર વાહન વ્યવહાર થંભી ગયો હતો અને લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડયા હતા.

(10:58 am IST)