Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ધોરાજીમાં સી.આર.પાટીલની પ્રથમ વાર ઓનલાઇન રકતતુલાઃ કેમ્પમાં ૩પ૦ થી પણ વધુ બોટલ લોહી એકત્ર

ધોરાજી, તા., ૧૦:  તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજીના પ્રમુખ રાજેશ આર.બાલધાની યાદીમાં જણાવવામાં આવે છે કે સ્વ.ડી.જી.બાલધા તથા સ્વ.અલ્પેશ પેથાણીની સ્મૃતિમાં મહા રકતદાન કેમ્પ કરવામાં આવેલ સ્વામી નારાયણ મંદિરના પુજય મોહનપ્રસાદ  સ્વામી તથા ભકતી સ્વામી તથા મહંત શ્રી ભીખુબાપુનાં હસ્તે કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ. આ પ્રસંગે પ્રદેશ યુવા ભાજપનાં પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ કારોબારીના સભ્ય વી.ડી.પટેલ, જીલ્લા ભાજપ મંત્રીશ્રી હરસુખભાઇ ટોપીયા, સતીષભાઇ શીંગાળા, વિનુભાઇ માથુકીયા, પરેશભાઇ વાગડીયા, મામલતદારશ્રી જોલાપરા, પી.આઇ. ગોહીલ,  બાર એસોસીએશનનો પ્રમુખ વી.વી. વઘાસીયા, ચંદુભાઇ ચોવટીયા, તેમજ ધોરાજીની તમામ સામાજીક સેવાકીય સંસ્થાઓના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહેલ.

સી.આર.પાટીલની વર્ચ્યુઅલ (ઓનલાઇન)થી રકતતુલા કરવામાં આવેલ  તેમજ પાટીલની અ પ્રથમ વખત જ રકતતુલા થયેલ અને તે પણ વર્ચ્યુઅલથી કરવામાં આવેલ. ટ્રસ્ટન તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપેલ.  ટ્રસ્ટનાં કાર્યકર્તા એ.વી. બાલધા, ચેતન બાલધા, શૈલેષ બાલધા, સંજય જાગાણી, જેન્તીભાઇ, દિલીપભાઇ, ગૌરાંગભાઇ, મિલનભાઇ, બાબુભાઇ, પ્રફુલભાઇ, સમીરભાઇ, વિધાનભાઇ, કાળુભાઇ, તુપેશભાઇ, રાજુભાઇ, પિયુષભાઇ, જયેશભાઇ, રાજ, લવ વિગેરે કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવેલ.

આ તકે માર્કેટીંગ યાર્ડના ચેરમેન હરકીશનભાઇ માવાણી, જયસુખભાઇ ઠેસીયા, કૈાશીક વાગડીયા, વિક્રમભાઇ હિરપરા, રમણીકભાઇ ટોપીયા, વિજયભાઇ અંટાળા, (ભગવાન) કિશોરભાઇ પટેલ, મીહીર હિરપરા, મનુભાઇ ભાજપ, કૌશીક માથુકીયા, વિજય બાબરીયા, વરૂણ વઘાસીયા, પ્રતાપસિંહ ચુડાસમા, તુસાર સોંદરવા, કરશનભાઇ માવાણી તેમજ વિવિધ ક્ષેત્રન અગ્રણીઓ સહીતના લોકો હાજર રહી સ્વ. ડી.જી.બાલધા, સ્વ. અલ્પેશ પેથાણીને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા.

(12:44 pm IST)