Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

કાશ્મીરમાં નવ સ્થળોએ ઇડીના દરોડા: MBBS સીટ રેકેટમાં સંડોવાયેલા હુર્રિયત નેતાઓના ઘરો પર સર્ચ

હુર્રિયત નેતા કાઝી યાસિર અને J&K સાલ્વેશન મૂવમેન્ટના પ્રમુખ ઝફર ભટના ઘરે સર્ચ ઓપરેશન

નવી દિલ્હી :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે કાશ્મીરમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા છે. પાકિસ્તાનની વિવિધ કોલેજોમાં સ્થાનિક લોકોને MBBS સીટોની ફાળવણીના રેકેટ સાથે દરોડા સંબંધિત હોવાનું કહેવાય છે. EDની ટીમે, હુર્રિયત નેતા કાઝી યાસિર અને J&K સાલ્વેશન મૂવમેન્ટના પ્રમુખ ઝફર ભટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

(4:49 pm IST)