Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોરબીમાં રવાપર ધુનડા રોડ બાઇકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા

અન્ય સાગરીત આરોપી ધીરેન દિનેશભાઈ ચાવડાનું નામ ખુલ્યું:પોલીસે દારૂ અને બાઇક સહિત રૂપિયા ૫૦,૩૭૫નો મુદામાલ કબ્જે કર્યો

મોરબીમાં રવાપર ધુનડા રોડ બાઇકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવતા અન્ય એકનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે


મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી સામે પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી હાર્દીકભાઇ પ્રભુભાઇ ગજરા અને સમીરભાઇ ગુલામહુશેન સુમરા રૂપિયા ૫૦૦૦૦ની કિમતના પોતાના હવાલાવાળા યામાહા બાઇક GJ-36-E-2533 પર નીકળતા પોલીસે તેને અટકાવી બાઇકની તલાશી લીધી હતી. જેમાં રૂપિયા ૩૭૫ની કિમતની વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. અને પોલીસની સઘન તપાસમાં તેના અન્ય સાગરીત આરોપી ધીરેન દિનેશભાઈ ચાવડાનું નામ ખુલ્યું હતું.જેથી પોલીસે દારૂ અને બાઇક સહિત રૂપિયા ૫૦,૩૭૫નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:48 pm IST)