Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોરબીના બંધુનગર ગામની સીમ પાસે યુવાનને બીમારી સબબ ચક્કર આવતા બેભાન થયા બાદ મોત

સ્થાનિકોએ 108 મારફત હોસ્પિટલે ખસેડ્યો જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો

મોરબી તાલુકામાં બંધુનગર ગામની સીમ પાસે યુવાનનું બીમારી સબબ મોત થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મૂળ ઝારખંડ નો રહેવાસી અને હાલ મોરબીના બંધુનગર ગામની સીમ ફોરમ સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા ૨૯ વર્ષીય શ્રમિક સુશીલભાઇ સુજાનભાઇ કેરાઇ તારીખ 8 માર્ચ 2023ના રોજ બંધુનગર ગામની સીમમા અવ્લે વ્હાઇટ ગોલ્ડ સીરામીક કારખાના તરફ જવાના રસ્તે ઇટોના ભઠા પાસેથી પસાર થઈ થયો હતો. એ સમયે અચાનક બીમારી સબબ તેને ચક્કર આવ્યા હતા અને ચક્કર આવતા તે બેભાન થઈ ગયો હતો. જે બાદ સ્થાનિકો દ્વારા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:23 pm IST)