Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોરબીમાં લાલપર ગામે વૃદ્ધને બેઠા બેઠા છાતીમાં દુખાવો ઉપડ્યો:સારવાર મળે એ પહેલા જ મોત

મોરબીમાં લાલપર ગામે વૃદ્ધને બેઠા બેઠા છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેનું સારવાર મળે એ પહેલા જ મોત નીપજયું હતું. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના લાલપર ગામે રહેતા ૬૨ વર્ષીય રામજીભાઇ મોહનભાઇ વીલપરા પોતાના ઘરે બેઠા હતા. એ સમયે અચાનક તેમને છાતીમા દુખાવો થયો હતો. જેથી તેમને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:24 pm IST)