Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

કચ્છ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આપનાર વિધાર્થીઓને શુભેચ્છા પાઠવતાં જિલ્લા કલેકટર

જિલ્લા કલેકટર દિલીપ રાણાએ પરીક્ષાર્થીઓ શાંત ચિત્તે તેમજ નિભર્ય બનીને જિલ્લાના વિધાર્થીઓ પરીક્ષા આપે તે માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો

ભુજ : કચ્છ જિલ્લા કલેકટર દિલીપ રાણાએ આગામી ૧૪મીથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ના પરીક્ષાર્થીઓ શાંત ચિત્તે તેમજ નિભર્ય બનીને જિલ્લાના વિધાર્થીઓ પરીક્ષા આપે તે માટે શુભેચ્છા સંદેશ પાઠવેલ છે.

વિદ્યાર્થી ભાઈ - બહેનો, સહુ પ્રથમ તો આપ સર્વ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાના પડાવ સુધી પહોંચી ગયા છો એ જ ખુશીની વાત છે. તમે તમારી તૈયારી ખૂબ જ સારી રીતે કરી જ લીધી હશે. હવે તમને જરૂર છે એક આત્મવિશ્વાસની, હૂંફની, સધિયારાની, પેપર કેવું નીકળશે ? સારી રીતે લખી શકીશ કે કેમ ? પેપર ચેક કરનાર બરાબર ચેક નહીં કરે તો” પરિણામ નીચું આવે તો ? આવા અનેક નકારાત્મક વિચારો પણ તમને આવતા જ હશે, ખરૂ ને ? પણ થોડીવાર એ બધુ જ બાજુએ મૂકીને આગળની વાત પર ધ્યાન આપશો. દરેક વ્યક્તિ અનન્ય છે અને કોઈની પણ સરખામણી અન્ય કોઈ સાથે થઈ શકે જ નહીં. મિત્રો, તમારી જિંદગી, તમારું ભવિષ્ય અને તમારી ખુશી જ અમારા સહુ કોઈ માટે ખૂબ જ મહત્વની છે.

કેટલું વાંચ્યું એના કરતાં કેટલું સમજાયું અને યાદ રહ્યું એ વધારે મહત્વનું છે. એકાગ્રતા, પ્રાણાયામ, માનસિક સ્વચ્છતા વાંચેલું યાદ રાખવામાં ખુબ મદદ કરે છે. પરીક્ષાનો સમય નજીક છે ત્યારે હવે વાંચન ઓછુ અને ચિંતન, મનન વધારે કરો. લેખન અને ગણનનો મહાવરો કરતા રહો. સમયાંતરે પૌષ્ટિક અને હળવો આહાર, નિયમિત પૂરતી ઉંઘ અને હળવો વ્યાયામ વોકિંગ કરો. જવાબવહીમાં ઉત્તરો માંગ્યા મુજબ જ લખો. જે વિભાગ સારો આવડતો હોય તે પહેલા લખો પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડમાં સમયસર પહોંચી જવાથી બિનજરૂરી તણાવ ટાળી શકાય ઊંડા શ્વાસ લેવા અને ‘I Can I WILL'અભિગમ રાખવો. OMR/જવાબવહી પર લખવાની વિગતો કાળજીપૂર્વક લખવી. પ્રશ્નપત્ર વાંચવા માટે વિશેષ સમય ફાળવવામાં આવે છે. તેનો સદુપયોગ કરવો કોઈ એક-બે પ્રશ્નો અધરા કે ન આવડતા હોય એટલા માત્રથી હતાશ ન થવું અને જે આવડતું હોય તે વિભાગ અને પ્રશ્નોથી લખવાની શરૂઆત કરવી. બે-પાંચ માર્કના અઘરા પ્રશ્નોને લીધે બાકીના ૯૫ ગુણનું ભૂલી જઈએ એ કેમ ચાલે ? પરીક્ષાના ગુણ મહત્વના છે, પણ જીવનના ગુણ જેવા કે સત્ય, પ્રમાણિકતા વગેરે ખૂબ જ મહત્વના છે. પરીક્ષા ખંડમાં CCTV કેમેરા તો હોય જ છે. પણ પરમ પિતાના કેમેરામાંથી કોઈ છટકી શકતું નથી. માટે કોઈપણ પ્રકારે ગેરરીતિ કરવાનો વિચાર સુધ્ધા કરશો નહીં.

કચ્છ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ તંત્ર દ્વારા પ્રતિવર્ષે કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષા અભિયાન સુચારુ રીતે ચલાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં ગેરરીતિનો એક પણ કેસ નોંધાયેલ નથી. એ માટે પ્રશાસન વિદ્યાર્થીઓ અને વાલીઓ અભિનંદનને પાત્ર છે.

ઉદ્યમ કરવાથી જ કાર્યો પાર પડે છે. well begun is half-done. તમારી સર્વે પ્રકારે સફળતા અને કુશળતા માટે હૃદય પૂર્વક ની શુભકામનાઓ............Wish You All The Best

(12:44 am IST)