Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

દેવભૂમિ દ્વારકામાં શનિવારે સનાતન સેવા મંડળ ખાતે આયુષ મેળાનું આયોજન

નિષ્ણાતો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ, નાડી પરીક્ષણ તેમજ ઘર આંગણાની, રસોડાના ઔષધો વિશે માર્ગદર્શન તથા વન ઔષધી પ્રદર્શન કરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા:ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી - દેવભૂમિ દ્વારકા દ્વારા તા. ૧૧-૦૩-૨૦૨૩ના સવારે ૧૦:૩૦ કલાકથી સાંજના ૪:૩૦ વાગ્યા સુધી સનાતન સેવા મંડળ, દ્વારકા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયુષ મેળા અને આયુષ નિદાન સારવાર કેમ્પમાં પાચન તંત્ર, શ્વસન તંત્ર, બાળરોગ, સ્ત્રીરોગ, ડાયાબિટીસ, બી.પી., સાંધાના, સ્નાયુના, ચામડી, નાક, કાન, ગળાના વગેરે રોગોની નિષ્ણાંત ચિકિત્સક દ્વારા સારવાર કરવામાં આવશે.  જુના હઠીલા સાંધાના રોગોમાં પંચકર્મ, અગ્નિ, કર્મ, મર્મ ચિકિત્સા દ્વારા સારવારમાં ત્વરિત લાભ મળશે.

નિષ્ણાતો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ, નાડી પરીક્ષણ તેમજ ઘર આંગણાની, રસોડાના ઔષધો વિશે માર્ગદર્શન તથા વન ઔષધી પ્રદર્શન કરવામાં આવશે.

ઉપરાંત આઇસિડીએસ શાખા, દેવભૂમિ દ્વારકાના સહયોગથી કુપોષિત બાળકોમાં ઔષધ વિતરણ અને આરોગ્ય વિભાગ, દેવભૂમિ દ્વારકાના સહયોગથી જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક ડાયાબિટીસ અને બી.પી.ની તપાસ કરી આપવામાં આવશે તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

(12:47 am IST)