Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં મોટી બરાર શાળાની અવની ડાંગરે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

નિબંધ લેખન સ્પર્ધામાં રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવાર અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું

મોરબી :માળિયાના મોટી બરાર ગામની શાળામાં અભ્યાસ કરતી અવની અજયભાઈ ડાંગર નામની વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાના કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ માં ભાગ લીધો હતો જેમાં નિબંધ લેખન સ્પર્ધામાં રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવાર અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

રાજ્ય સરકારના યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના કલા મહાકુંભ 2022-23 નુ આયોજન કે.કે.પારેખ & મહેતા આર.પી. વિદ્યાલય-અમરેલી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં 16 થી 20ની વયજૂથમાં નિબંધલેખન સ્પર્ધામાં ભાગ લેનાર મોડેલ સ્કૂલ મોટીબરારની વિદ્યાર્થિની અવનીબેન અજયભાઈ ડાંગરએ રાજ્ય કક્ષાએ ભાગ લઈ દ્વિતીય ક્રમાંકે વિજેતા બની હતી અને વિદ્યાર્થીનીએ મોડેલ સ્કૂલ મોટીબરાર અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે જે સફળતા બદલ શાળાના આચાર્ય બી. એન. વીડજા અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

(12:50 am IST)